Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સાઉથ આફ્રિકા : મહાત્મા ગાંધીની પ્રપૌત્રીને 7 સાલની જેલસજા : 62 લાખ રૂપિયાની છેતરપીંડી કર્યાનો આરોપ પુરવાર

ડર્બન : સાઉથ આફ્રિકા સ્થિત મહાત્મા ગાંધીની પ્રપૌત્રી 56 વર્ષીય આશિષ લત્તા રામગોવિન્દને ડર્બન કોર્ટે 7 સાલની જેલસજા ફરમાવી છે. તેના ઉપર 62 લાખ રૂપિયાની છેતરપીંડી કર્યાનો આરોપ હતો.

પોતાને બિઝનેસ  વુમન ગણાવતી  લતાએ સ્થાનિક ઉદ્યોગપતિ સાથે 62 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. છેતરપિંડીનો ભોગ બનેલા એસ.આર. મહારાજે જણાવ્યું કે લતાએ નફાની લાલચ આપી તેની પાસેથી પૈસા ઉછીતા લીધા હતા. મહારાજે લતાને માલની આયાત કરવા અને કન્ટેન્ટમેન્ટ છોડાવવા  માટે 60 લાખ રૂપિયા ઉછીતા આપ્યા હતા,  લતાએ વચન આપ્યું હતું કે તે તેના નફામાંનો અમુક ભાગ એસઆર મહારાજને આપશે .પરંતુ આવો કોઈ માલ આવ્યો નહોતો .  તેથી મહારાજે ફરિયાદ નોંધાવતા ઉપરોક્ત સજા ફરમાવાઈ હતી.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:46 pm IST)
  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) એ ભારતની કોવેકસીન રસી લોન્ચ કરવામાં વિલંબ કરતાં કોવેકસીન રસીના અમેરિકામાં ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન ની ભારત બાયોટેકની દરખાસ્તને નકારી કાઢી છે. ભારત બાયોટેકના યુએસ પાર્ટનર ઓક્યુજને ગુરુવારે કહ્યું હતું કે કંપની હવે કોવેક્સિનની સંપૂર્ણ મંજૂરી માંગશે. USFDA દ્વારા કંપનીને વધારાની ટ્રાયલ શરૂ કરવા કહેતા, આના પરિણામેં હવે કંપની બાયોલોજીક્સ લાઇસન્સ એપ્લિકેશન (BLA) માટે ફાઇલ કરી શકશે, જેને અમેરિકામાં સંપૂર્ણ મંજૂરી ગણાય છે. access_time 11:58 am IST