Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા યુસુફજાઇને પાકિસ્તાનમાંથી મૌલાનાની ધમકી : ફેશન મેગેઝીન વોગ ને આપેલા ઇન્ટરવ્યૂમાં લગ્ન બાબતે કરેલા વિધાનથી કટ્ટરપંથીઓ ખફા : આત્મઘાતી હુમલો કરવાની ધમકી આપનાર મૌલાનાની ધરપકડ

ઇસ્લામાબાદ : નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા યુસુફજાઇને પાકિસ્તાનમાંથી ધમકીઓ મળવાનું શરૂ થઇ ગયું છે. તેણે ફેશન મેગેઝીન વોગ ને આપેલા ઇન્ટરવ્યૂમાં લગ્ન બાબતે કરેલા વિધાનથી કટ્ટરપંથીઓ ખફા થયા છે. આ મેગેઝીનને મલાલાએ લગ્ન વિશેના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, મને હજી સુધી સમજાતું નથી કે લોકો શા માટે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે ? જો તમારે જીવનમાં કોઈ વ્યક્તિ જોઈએ છે તો કાગળ પર કેમ સહી કરવી પડશે ?  માત્ર ભાગીદારી કેમ ન થઈ શકે? પાકિસ્તાનના ઘણા લોકો તેને ઇસ્લામની માન્યતાઓ વિરુદ્ધ ગણાવી રહ્યા છે.

દરમિયાન, ખૈબર પખ્તુનખાના લક્કી મારવાટ જિલ્લાના મૌલવીએ નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા પર હુમલો કરવાની ધમકી આપી હતી. પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોને જિલ્લાના પોલીસ અધિકારીઓના હવાલાથી તેની પુષ્ટિ કરતાં કહ્યું કે મૌલવી મુફ્તી સરદાર અલી હકનીની  બુધવારે ધરપકડ કરવામાં આવી છે. તેની સામે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:02 am IST)
  • ' જય જગન્નાથ ' : 285 વર્ષમાં પહેલીવાર જગન્નાથજી યાત્રા ભક્તો વિના નીકળશે : રસીકરણ કરાવેલ વોલન્ટિયર્સ જ રથ ખેંચી શકશે : વર્તમાન કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય access_time 11:29 am IST

  • પેટીએમ, ઇન્ફોસિસ અને મેકમાયટ્રિપ કમ્પનીઓએ ઓનલાઇન કોરોના રસીના બુકિંગ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગી છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:32 am IST

  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST