Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

યુ.એસ.ઇમિગ્રેશન એન્ડ સિટિઝનશીપ સર્વિસ (USCIS ) એ નવી વિઝા પોલિસી જાહેર કરી : નવા વિઝા આપવા અથવા વિઝાની મુદત લંબાવવા માટે હકારાત્મક અભિગમ અપનાવાશે : પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ 2018 ની સાલમાં અપનાવેલી નીતિ રદ : ભારતીયોને ફાયદો

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડને પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2018 ની સાલમાં લાગુ કરાયેલી વિઝા પોલિસીમાં ધરખમ ફેરફાર કર્યો છે.

જે મુજબ યુ.એસ.ઇમિગ્રેશન એન્ડ સિટિઝનશીપ સર્વિસ (USCIS ) એ તાજેતરમાં નવી વિઝા પોલિસી જાહેર કરી છે. જેમાં નવા વિઝા આપવા અથવા વિઝાની મુદત લંબાવવા માટે હકારાત્મક અભિગમ અપનાવાશે. આ અગાઉ આ માટેની અરજીઓ કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના રદ કરી દેવાતી હતી. તેને બદલે હવે વિઝા અરજી કે મુદત વધારવાની અરજી તાત્કાલિક રદ કરી નહીં શકાય .પરંતુ આ માટેની પ્રક્રિયાનો અમલ કરવાનો રહેશે. જે અંતર્ગત અરજદારને નોટિસ આપી ખુલાસો કરવાની તક આપવામાં આવશે.જેના કારણે અરજી કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે સુધારવાની અરજદારને તક મળશે.ટૂંકમાં આ નવી પોલિસી 2013 ની પોલીસીના પુનરાવર્તન સમાન છે. તેવું ટી.ઓ.ઈ.દ્વારા જાણવા મળે છે.

(7:36 pm IST)