Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કેનેડામાં હિન્દુ પૂજારીએ બે યુવતીઓના સજાતીય લગ્ન કરાવ્યા : વિડિઓ વાયરલ થતા જાનથી મારી નાખવાની ધમકી મળવાનું શરૂ : ટોરોન્ટો પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી

ટોરોન્ટો : કેનેડામાં, મંદિરના પૂજારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. આ પુજારીએ બે યુવતીઓના સજાતીય લગ્ન કરાવ્યા હતા, જે બાદ તેમને સમાજમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા.

પૂજારી શ્રીરંગનાથન કુરુકાલે ઓનલાઇન અને અન્ય ઘણી રીતે હેરાનગતિનો સામનો કર્યો છે. ટોરોન્ટો પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. કુરુકાલે સ્થાનિક મીડિયાને જણાવ્યું છે કે તેને ફોન કોલ, મેસેજ અને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. તેઓ તેમના હિન્દુ સમાજમાંથી પણ બાકાતનો સામનો કરી રહ્યા છે. ઘણા સ્થાનિક હિન્દુ સંગઠનોએ તેને બહાર ફેંકી દીધા  છે અને પાદરીઓનું સ્થાનિક સંગઠન પણ તેમનાથી નારાજ છે. હિન્દુ પ્રિસ્ટ એસોસિએશન ઓફ કેનેડાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ આ લગ્નની નિંદા કરે છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:05 pm IST)