Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બિડનના શપથ ગ્રહણ સમારોહ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પએ કટોકટી જાહેર કરી : ગઈકાલ સોમવારથી અમલી બનાવાયેલી કટોકટી 24 જાન્યુઆરી સુધી અમલી : 20 જાન્યુઆરીના રોજ આયોજિત જો બિડનના શપથ સમારોહ આડે વિઘ્ન

વોશિંગટન : અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બિડનનો શપથ સમારોહ 20 જાન્યુઆરીના રોજ આયોજિત કરાયો છે.પરંતુ ત્યાર પહેલા ડોનાલ્ડ ટ્રમ્પએ કટોકટી જાહેર કરી દીધી છે. ગઈકાલ સોમવારથી અમલી બનાવાયેલી કટોકટી 24 જાન્યુઆરી સુધી અમલી રહેશે.પરિણામે 20 જાન્યુઆરીના રોજ આયોજિત જો બિડનના શપથ સમારોહ આડે વિઘ્ન ઉભું થયું છે.

આ કટોકટી પાંચ દિવસ પહેલા સંસદ ઉપર થયેલા હુમલાને ધ્યાને લઇ જાહેર કરાઈ છે.જે મુજબ શપથ સમારોહ સમયે હિંસા થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:24 pm IST)