Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

શિકાગોમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં 10 જેટલા ઇન્ડિયન અમેરિકનોએ નસીબ અજમાવ્યું : 10 ઉમેદવારો પૈકી પાંચ મહિલા : એક કોંગ્રેસની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવાર : એક સુવિખ્યાત ડોક્ટર

શિકાગો : શિકાગોમાં 6 એપ્રિલના રોજ યોજાયેલી  સ્થાનિક ચૂંટણીઓમાં ઓછામાં ઓછા 10 જેટલા ઇન્ડિયન અમેરિકનોએ નસીબ અજમાવ્યું હતું. આ 10 ઉમેદવારો પૈકી પાંચ મહિલા છે. એક કોંગ્રેસની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવાર છે. તથા એક સુવિખ્યાત ડોક્ટર છે. જે બાબત રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવાની ભારતીય સમુદાયની વધતી ઇચ્છાને પ્રતિબિંબિત કરે છે .

આ દસ ઉમેદવારોમાં કોમ્યુનિટી લીડર શ્રી જીતેન્દ્ર દીગાંવકર  ,ડો.સુરેશ રેડ્ડી ,શ્રી નિમિષ જાની ,સુશ્રી વસાવી ચક્કા ,સુશ્રી મેઘના બંસલ ,સુશ્રી સ્વેતા બૈર અરોરા ,સુશ્રી સપના જૈન ,તથા સુશ્રી સબા હૈદર સહિતનાઓનો  સમાવેશ થાય છે.

(6:19 pm IST)