Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અમેરિકાના હોબોકોન ન્યુજર્સી મેયર રવિન્દર ભલ્લા બીજી ટર્મમાં પણ ઉમેદવારી નોંધાવશે : 24 જૂનથી ચૂંટણી કમપેન શરૂ

ન્યુજર્સી : અમેરિકાના હોબોકોન ન્યુજર્સી  મેયર રવિન્દર ( રવિ ) ભલ્લા બીજી ટર્મમાં પણ ચૂંટણી લડશે તેવું 2 જૂનના રોજ જાહેર કર્યું છે.તેમનું ચૂંટણી  કમપેન 24 જૂનથી શરૂ કરાશે .તેઓ કોવિદ -19 પછીના સંજોગોમાં સેવા ચાલુ રાખવા માંગે છે.તેમ જણાવ્યું છે.

તેઓ સૌપ્રથમ શીખ અમેરિકન મેયર તરીકેનો વિક્રમ ધરાવે છે. તેમણે 2017 ની સાલમાં થયેલી ચૂંટણીમાં 6 સ્પર્ધકો વચ્ચે શાનદાર વિજય મેળવ્યો હતો.તેમને પૂર્વ મેયર કે જેઓ ચૂંટણી લડવા ઇચ્છતા નહોતા તેમનું સમર્થન  હતું.આ અગાઉ તેમણે 6 વર્ષ સુધી હોબોકોન કાઉન્સિલર તરીકે પણ સેવાઓ આપેલી છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:49 pm IST)