Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ભારત ખાતેના અમેરિકાના રાજદૂત તરીકે લોસ એંજલસના મેયર એરિક ગાર્સેટિ ની નિમણુંક : સેનેટની બહાલી મળ્યે હોદ્દો સંભાળશે

વોશિંગટન : ભારત ખાતેના અમેરિકાના રાજદૂત તરીકે લોસ એંજલસના મેયર 50 વર્ષીય એરિક ગાર્સેટિ ની નિમણુંક થઇ છે.  પ્રેસિડન્ટ જો બીડને આપેલી નિમણૂકને સેનેટની બહાલી મળ્યે તેઓ હોદ્દો  સંભાળશે.તેવું વ્હાઇટ હાઉસ  સૂત્રોએ જણાવ્યું છે.

ગાર્સેટિ ભારત ખાતેના વર્તમાન રાજદૂત કેનથ જસ્ટર પાસેથી ચાર્જ સંભાળશે. જસ્ટરને પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ નિમણુંક આપી હતી.
ગાર્સેટિ  2013 ની સાલથી લોસ એંજલસના મેયર તરીકેનો અનુભવ ધરાવે છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે  છે.

 

(11:09 am IST)