Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

અમેરીકાના સિનીઅરોને રાહત આપે તેવુ નામ ' શ્રી ' જોસેફભાઈ પરમાર ' : ૨ ઓગસ્ટ,૨૦૨૨ ના રોજ ૮૮ વર્ષની ઉંમરે કુદરતી મૃત્યુ : સમાજ અને સિનિઅર્સ આલમને વિલાપ કરતા મુકી સદાય માટે પોઢી ગયા : પરમ મિત્રને કોટિ કોટિ વંદન અને ભાવભિરી શ્રદ્ધાજલી


દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : UGCOA ના પ્રખર સમર્થક , કેથોલિક સમાજ USA ના સંસ્થાપક ,જાણીતા સમાજ સુધારક ,સમાજ સેવક ,લેખક ,અને સૌના વહાલા વડીલ મુરબ્બી , શ્રી ' જોસેફભાઈ બી.પરમાર 'તા.૨ ઓગસ્ટ,૨૦૨૨ ના રોજ વહેલી  સવારે તેમના વુડબ્રિજ ન્યૂજર્સીના નિવાસ સ્થાને ઈશ્વરમાં પોઢી ગયા છે.

અમેરીકાના સિનીઅરોમાં અને ગુજરાતી સમાજમાં વીશેશતઃ જાણીતા એવા સમાજ સેવક કે જેમનો જન્મ ગુજરાત રાજ્યના આણંદ જીલ્લાના કરમસદ મુકામે થયો હતો તેમનું આકસ્મિક કુદરતી મ્રુત્યુ બેડ પર ૮૮ વર્ષની ઉંમરે તા.૨ ઓગસ્ટ,૨૦૨૨ ના રોજ વહેલી સવારના થયું અને તેમની અંતિમ વિધી તેમના કુટુંબીજનો દ્વારા ૫ ઓગસ્ટ્ના રોજ થતાં સિમેટરીમાં વિલીન થતાં સૌને વિલાપ કરતાં મીઠી યાદો સમાજ અને સિનિઅર્સ આલમમાં મુકી સદાય માટે પોઢી ગયા.

અમેરિકાના નાગરિક બનવું હોય કે પછી વ્રુદ્ધજન કે શારિરીક મુશ્કેલીમાં તબિબી સહાય,આર્થિક સહાય કેવી રિતે મલી મળી રહે તેની સમજણ આપી ઘણાય એવા માબાપો કે પછી સમાજના અન્ય વ્યક્તિઓને કાયદાકિય સમજણ આપી ઉત્ક્રુસ્ઠ સેવાઓ આપી આગવી નામના મેળવી હતી.

તેઓની હડસન કાઉન્ટીના શેરીફ તરીકે સતત ચાર વર્શ સુધી નિમણુંક કરાઇ હતી તે ઊપરાંત સિનિઅર્સ એસોસીએશનોમાં પણ તેમણે સક્રિય ભાગ લઇ સેવાઓ આપી હતી.તેઓ સિનિઅર્સ સમાજના સાચા હિતચિંતક તરિકે સમાજમાં જાણિતા હતા.તેમની માનદ સેવાને લક્ષમાં લઇ "ફિસાના"ના માજી પ્રમુખ શ્રી પોપટભાઇ પટેલ દ્વારા ગુજરાત સરકારશ્રીના સહકારી ખાતાના પ્રધાનશ્રીના હસ્તકે શ્રી પરમાર અને તેમના સાથી શ્રી ગોવિંદ શાહને તેમની ઉત્ક્રુસ્ઠ સેવાઓ બદલ એવોર્ડ અર્પણ થયો હતો.

તેઓશ્રીએ ૧) યુએસ સીટીઝનશીપ ગાઇડ તેમજ ૨)ડ્રાઇવિંગ લાયસન્સ માટે મોટર ડ્રાઇવિંગ ટેસ્ટ જેવી બુકો ગુજરાતીમાં પ્રસિદ્ધ કરી હતી તેનો ઘણા સિનિઅર્સે લાભ લિધો છે અને આજે પણ આ બુકોની સતત માગણી થયા કરે ્છે તે ઊપરાંત ૨૦૦૬ માં તેમને " અમેરિકામાં સિનિયરોને મળતા લાભો "રાજ્ય સરકારો અને
ફેડરલ સરકારના ક્યા ક્યા લાભો મળે છે તેની બુક બહાર પાડી હતી અને તેની માગ  વધતાં તેઓએ ૨૦૧૩ માં સુધારા વધારા સહની બીજી આવ્રુતિ બહાર પાડી હતી અને તેની અન્ય રાજ્યોમાં પણ બહોળા પ્રમાણમાં માગ સતત રહી છે .

વધુમાં દર માસે નિશુલ્ક પ્રગટ થતા લોકપ્રિય સામાયિક " ગુજરાત દર્પણ" ના તંત્રી શ્રી સુભાષભાઇ શાહની પ્રેરણાથી સિનિયરોને મળતા લાભોની લેખનશ્રેણી ૨૦૦૩ ની સાલથી ગુજરાત દર્પણ માં પ્રગટ થઇ રહી હતી તેનો સિનિઅરો દર માસે આતુરતાથી રાહ જોઇ "ગુજરાત દર્પણ" મેળવવા ઊત્સુક રહેતા.તે ઉપરાંત નિતિનભાઇ ગુજ્જર દ્વારા પ્રકાશિત"ત્રિરંગા"માં પણ  ઇંગલિશમાં સિનિઅર્સ માટે લેખ લખતા હતા અને તેની પણ ઍટ્લી  માગ રહી હતી.

ગોલ્ડન એરા ડે કેર એડીશન માં શરુઆતના  વરસોમાં દર માસના છેલ્લા બુધવારે સિનિઅર્સ માટે લાભો સહની વિશેષ માહિતી લેકચર દ્વારા આપતા હ્તા તે ઉપરાંત કોઇની મુશ્કેલીનું પણ નિવારણ કરી આપતા હતા.ઉપરાંત અન્ય ડે કેર સંસ્થાઓમાં મેં અને પરમાર સાહેબે જઇને લેક્ચર દ્વારા જરુરી માર્ગદર્શન આપી નિસ્વાર્થ ભાવે સેવાઓ આપી છે.

 શ્રી જોસેફ્ભાઇ પરમાર મારા ગુરુ રહ્યા છે અને તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી મને પણ સમાજ અને સિનિઅર્સ માબાપોની સેવા કરવાની અનેરી તક પ્રાપ્ત થઇ અને તે અન્વયે તેમની સાથે ન્યુયોર્ક ગોવર્ધનનાથજી ટેમ્પ્લ,એટ્લાન્ટિક સિટી,લોન્ગ આઇલેન્ડ,એલન ટાઉન,ફિલાદેલ્ફિઆ,વ્હીપની તથા અન્ય સ્થળોએ મને પણ સિનિઅર્સને મળતા લાભો સેવા નિવ્રુતિ,મેડિકેર,મેડિકેઇડ,હેલ્

થ ઈન્સ્યુરન્સ,ઇન્ડિઅન ઓસીઆઇ,વિઝા વિગેરે બાબતે લેક્ચર કરી સેવાની તક મળી હતી અને રોજીંદા ફોન પર પણ માર્ગદર્શન આપવામાં અનેરો આનંદ પ્રાપ્ત થયો છે.

પ્રભુ એમના પરમ પવિત્ર આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થનાસહ શ્રી ગોવિંદ શાહ, પાર્લિન,૭૩૨-૫૮૯-૫૮૭૬ ની યાદીમાં જણાવાયું છે.

(10:59 pm IST)