Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

પાકિસ્તાન પણ હવે તાલિબાનના પંથે : મહિલાઓના વસ્ત્રો વિષે નવો ફતવો : મહિલા શિક્ષકોને ચુસ્ત કપડાં પહેરવા ઉપર પ્રતિબંધ : પુરુષ શિક્ષકો પણ જીન્સ અને ટીશર્ટ પહેરી સ્કૂલે આવી નહીં શકે

ઇસ્લામાબાદ : પાકિસ્તાન સરકાર પણ તાલિબાનના પંથે જઈ રહી હોવાના એંધાણ દર્શાવી રહી છે. જે મુજબ તાજેતરમાં પાકિસ્તાનના શિક્ષણ વિભાગે નવો કાનૂન બહાર પાડ્યો છે. આ કાનૂનમાં કરાયેલી જોગવાઈ મુજબ હવેથી મહિલા શિક્ષકો ચુસ્ત કપડાં પહેરી નહીં શકે .પુરુષ શિક્ષકો પણ જીન્સ અને ટીશર્ટ પહેરી સ્કૂલે આવી નહીં શકે .

 પાકિસ્તાનના ફેડરલ ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન (FDE) એ એક અધિસૂચના બહાર પાડીને મહિલા શિક્ષકોને જીન્સ અને ચુસ્ત કપડાં ન પહેરવાનું કહ્યું છે. પુરુષ શિક્ષકોને જીન્સ અને ટી-શર્ટ પહેરવાથી રોકવા માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ડોનના અહેવાલ મુજબ, શિક્ષણ નિયામકે સોમવારે આ બાબતે શાળાઓ અને કોલેજોના આચાર્યોને પરિપત્ર મોકલ્યો છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(10:15 am IST)