Gujarati News

Gujarati News

News of Sunday, 7th November 2021

ઇન્ડિયન અમેરિકન કેરળ કલ્ચરલ એન્ડ સિવિક સેન્ટરના ઉપક્રમે 8 અગ્રણી NRIનું સન્માન કરાશે : 13 નવેમ્બર 2021ના રોજ યોજાનારા 29મા વાર્ષિક એવોર્ડ ભોજન સમારંભમાં એવોર્ડ આપી બહુમાન કરાશે

યુ.એસ. ઇન્ડિયન અમેરિકન કેરળ કલ્ચરલ એન્ડ સિવિક સેન્ટરના ઉપક્રમે આઠ ભારતીય અમેરિકનોને તેમની વિશેષતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અથવા સમાજ પ્રત્યેની તેમની સેવા બદલ સન્માનિત કરાશે .13 નવેમ્બર 2021ના રોજ યોજાના 29માં વાર્ષિક એવોર્ડ ભોજન સમારંભમાં એવોર્ડ આપી બહુમાન કરાશે.

આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ન્યૂયોર્ક ખાતેના  ભારતના ડેપ્યુટી કોન્સલ જનરલ ડૉ. અરુણ જેફ હાજરી આપશે.  ઉપરાંતત ન્યુયોર્કના સેનેટર્સ કેવિન થોમસ અને ટોડ કામિન્સકી, હેમ્પસ્ટેડ ટાઉન સુપરવાઈઝર, ડોન ક્લેવિન અને કોમ્યુનિટી અફેર્સ માટેના ઈન્ડિયા કોન્સ્યુલ, એ.કે. વિજયકૃષ્ણન પણ ખાસ મહેમાન તરીકે હાજર રહેશે.

ટ્રસ્ટી બોર્ડના અધ્યક્ષ ડૉ. થોમસ અબ્રાહમના જણાવ્યા અનુસાર, કેરળ કેન્દ્ર 1991 થી ઉત્કૃષ્ટ સિદ્ધિઓનું સન્માન કરી રહ્યું છે. “દર વર્ષે અમે નામાંકન આમંત્રિત કરીએ છીએ અને સમિતિએ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે કેટેગરીના ઉમેદવારની સર્વસંમતિથી પસંદગી કરવાની હોય છે, ડો. અબ્રાહમે કહ્યું કે જેઓ એવોર્ડ સમિતિના સભ્યોમાંના એક છે.

આ એવોર્ડ માટે પસંદ કરાયેલા મહાનુભાવોમાં ડૉ. જ્યોર્જ એમ. અબ્રાહમ,  ટેક્સાસના મિઝોરી સિટીના મેયર રોબિન જે. ઈલાકાટ્ટ,  ડૉ. દેવી નમ્પિયાપરમ્પિલ, શ્રીમતી ચંદ્રિકા કુરુપ શ્રીમતી મેરી ફિલિપ, શ્રીમતી. નંદિની નાયર, ડો. સાબુ વર્ગીસ અને ડો.બ્લેસી મેરી જોસેફ સંયુક્ત રીતે સન્માનિત કરાશે તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(8:01 pm IST)