Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

યુ.એસ.માં ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટર સિમી વેલી હિન્દૂ ટેમ્પલના ઉપક્રમે ઘરવિહોણા લોકો માટે ચેરિટી પ્રોગ્રામ યોજાયો : ઇન્ડિયન મેડિકલ એશોશિએશન તથા AAPI સાથેના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમ અંતર્ગત 100 નવા બ્લેન્કેટનું વિતરણ કરાયું

સિમી વેલી : તાજેતરમાં યુ.એસ.માં ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટર સિમી વેલી હિન્દૂ ટેમ્પલ ટ્રીસ્ટેટના ઉપક્રમે ઇન્ડિયન મેડિકલ એશોશિએશન તથા AAPI  સાથેના સંયુક્ત ઉપક્રમે ઘરવિહોણા લોકો માટે ચેરિટી પ્રોગ્રામ યોજાઈ ગયો.જે અંતર્ગત 100 નવા બ્લેન્કેટનું વિતરણ કરાયું હતું.જેમાં સમારિટન સેન્ટર ,વેન્તુર કાઉન્ટી હોસ્પિટલ ,તથા પાલ્મ સ્પ્રિંગ્સ હોમલેસ શેલ્ટરનો સમાવેશ કરાયો હતો.જે માટે ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરના વોલન્ટીયરસે જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમ અંતર્ગત બ્લેન્કેટ ઉપરાંત મોજા , બાળકો માટેની કીટ્સ ,તેમજ જીવન જરૂરી વસ્તુઓનું પણ વિતરણ કરાયું હતું.આગામી ચેરિટી પ્રોગ્રામ 25 ફેબ્રુઆરીના રોજ યોજાશે .ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટર સિમી વેલી હિન્દૂ ટેમ્પલના ફાઉન્ડર ડો.સંજીવ જૈન ,તથા ડો.શુભા જૈનના માર્ગદર્શન હેઠળ કોવિદ -19 ના કપરા સંજોગો વચ્ચે વોલન્ટિયર્સ દ્વારા કામગીરી કરાઈ રહી છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(9:57 am IST)