Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

રાજદ્રોહ માટે લગાડતી કલમ 124 A ને પડકારતી પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી : પિટિશનમાં કરાયેલી દલીલ મુજબ રાજદ્રોહ કલમ અંગ્રેજોના જમાનામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ વિરુદ્ધ લગાડતી હતી : હાલમાં તેનો ઉપયોગ વાણી સ્વાતંત્ર્ય સામે થઇ રહ્યો છે : અરજદારોને આ કલમ સાથે કંઈ લાગતું વળગતું ન હોવાથી વિવાદાસ્પદ કાયદાને છંછેડવાનો કોઈ અર્થ નથી : ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડેની ખંડપીઠનો ચુકાદો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટમાં આદિત્ય રંજન સહીત 3 એડવોકેટે રાજદ્રોહ માટે લગાડતી કલમ 124 A ને પડકારતી પિટિશન દાખલ કરી હતી.જેમાં જણાવાયું હતું કે આ કલમ અંગ્રેજોના જમાનામાં સ્વતંત્રતા માટે ચળવળ ચલાવતા મહાત્મા ગાંધી ,બાલ ગંગાધર તિલક ,સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે લગાડતી હતી.જે માટે તેઓને રાજદંડ કરાતો હતો.

પરંતુ વર્તમાન સંજોગોમાં આ કલમ અસ્થાને છે.તથા માત્ર પ્રાચીન અવષેસ સમાન છે.તેનો ઉપયોગ સરકારની નીતિ રીતિઓનો વિરોધ કરનાર નાગરિકો સામે થઇ રહ્યો છે. તેમજ નાગરિકોના વાણી સ્વાતંત્ર્ય વિરુદ્ધ આ કલમનો ઉપયોગ થઇ રહ્યો હોવાથી હવે તેને દૂર કરી દેવી જોઈએ.

ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે સહિત ત્રણ ન્યાયધિશોની ખંડપીઠે પિટિશન અમાન્ય રાખી હતી.તથા જણાવ્યું હતું કે અરજદારોને આ કલમ સાથે કંઈ લાગતું વળગતું નથી.તેથી વિવાદાસ્પદ કાયદાને છંછેડવાનો કોઈ અર્થ નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:01 pm IST)