Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

નુપુર શર્માના નિવેદનનો વિરોધ કરી રહેલા વિદેશી નાગરિકોને દેશ નિકાલ કરાશે : તેઓના વિઝા રદ થઈ જશે : કુવૈતમાં વિદેશી નાગરિકોને પ્રદર્શન કરવાની મંજૂરી નથી : તમામ ઈમિગ્રન્ટસે અહીંના કાયદાનું સન્માન કરવું પડશે : પયગંબર મોહમ્મદ વિશે નૂપુર શર્માના નિવેદન બાદ થયેલા દેખાવો અંગે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વતનીઓને કુવૈત સરકારની કડક ચેતવણી

 

કુવેત : પયગંબર મોહમ્મદ વિશેના વિવાદાસ્પદ નિવેદન બાદ ઘણા દેશોમાં નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શનો થયા હતા. જોકે, કુવૈતે પ્રદર્શનમાં સામેલ ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

કુવૈત સરકાર સસ્પેન્ડ કરાયેલા બીજેપી પ્રવક્તા નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલના પ્રોફેટ પરના નિવેદનનો વિરોધ કરી રહેલા વિદેશી નાગરિકોની ધરપકડ કરશે અને તેમને તેમના દેશમાં પરત મોકલશે. આ સાથે તેના વિઝા રદ થઈ જશે અને તેના કુવૈતમાં પ્રવેશ પર કાયમી પ્રતિબંધ પણ લાગી શકે છે.

વાસ્તવમાં, કુવૈતમાં વિદેશીઓને પ્રદર્શન કરવાની મંજૂરી નથી. અત્રે નોંધનીય છે કે કુવૈતે નૂપુર શર્માના નિવેદનને લઈને સૌથી પહેલા ભારત સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો.

આરબ ટાઈમ્સ ઓનલાઈનએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે તમામ બહારના દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને દેશનિકાલ કેન્દ્રમાં લાવવામાં આવ્યા છે અને ત્યાંથી તેમને સંબંધિત દેશોમાં મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, કુવૈતમાં રહેતા તમામ સ્થળાંતરીઓએ અહીંના કાયદાનું સન્માન કરવું જોઈએ અને તેઓએ કોઈપણ પ્રકારના વિરોધમાં ભાગ લેવો જોઈએ નહીં. શુક્રવાર, 10 માર્ચે, શુક્રવારની નમાજ પછી સ્થળાંતર કરનારાઓ દ્વારા કુવૈતના ફહેલ શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે આ દેખાવકારોમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો હતા. આ સાથે સરકારે કુવૈતમાં રહેતા વિદેશીઓને ચેતવણી આપતા કહ્યું છે કે તમામ સ્થળાંતર કરનારાઓએ કુવૈતના કાયદાનું સન્માન કરવું પડશે. જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશે અને કોઈપણ પ્રકારના ધરણામાં સામેલ થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:20 pm IST)