Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

દુબઈથી કેરળ આવેલા વિમાનની દુર્ઘટના : અસરગ્રસ્ત લોકો વિષે માહિતી મેળવવા દુબઇ સ્થિત ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

દુબઇ : ગઈકાલ શુક્રવારે વંદે ભારત મિશન હેઠળ દુબઈથી 190 યાત્રિકોને લઈને કેરળ આવેલું વિમાન રનવે ઉપર દોડતી વખતે ઊંડી ખાઈમાં ખાબકતા વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.આ અકસ્માતથી 16 લોકોના મૃત્યુ થયા છે.અને અનેક યાત્રિકો ઈજાગ્રસ્ત થયા છે.

યાત્રિકોના પરિવારો પોતાના સ્વજન વિષે જાણકારી મેળવી શકે તે માટે દુબઇ ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.જેના દ્વારા યાંત્રિક વિષે માહિતી મેળવી શકાશે.આ નંબર નીચે મુજબ છે.

+ 97156 5463903

+ 97154 3090572

+ 97154 3090575

દુબઇ ખાતેના ભારતીય રાજદૂત ડો.અમન પુરીએ યાત્રિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવાયું છે કે ઉપરોક્ત નંબર દ્વારા સતત છેલ્લામાં છેલ્લી માહિતી મળતી રહેશે.

(1:55 pm IST)