Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

' બલિદાન અને શહીદી માટે મશહૂર શીખ કોમના ઇન્ડિયન અમેરિકન યુવાનની ઝિંદાદિલી ' : નદીમાં ડૂબી રહેલા 3 બાળકોને બચાવવા છલાંગ લગાવી : બાળકોને બચાવી શક્યો પરંતુ પોતે બચી ન શક્યો

યુ.એસ.: બલિદાન અને શહીદી માટે વિશ્વભરમાં મશહૂર શીખ કોમના એક યુવાનના બલિદાનનો વધુ એક કિસ્સો અમેરિકામાં બન્યો છે.જે મુજબ શીખ યુવાન મનજીત હજુ બે વર્ષ પહેલા જ અમેરિકા આવ્યો હતો.જેને મળેલી પોલીસ ડિપાર્ટમેન્ટની નોકરીમાં ટ્રેનિંગના પહેલા જ દિવસે 5 ઓગસ્ટના રોજ રેડલે નદી કાંઠે ગયો હતો જ્યાં તેણૅ 3 બાળકોને ડૂબતા જોયા આથી તેઓને બચાવવા તે નદીમાં કૂદી પડ્યો હતો અને વારાફરતી બે બાળકોને બચાવ્યા હતા પરંતુ ત્રીજા બાળકને બચાવવા ફરીથી નદીમાં ઝમ્પલાવ્યા બાદ પોતે પાછો ફરવામાં સફળ નહીં થતા ડૂબી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ત્રણે બાળકો તેનાથી અજાણ્યા હતા.માત્ર માનવતા ખાતર તેણૅ પોતાની ઝીંદગી દાવમાં લગાવી દીધી હતી.

(2:39 pm IST)