Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો : આકાશમાં બે કિલોમીટર ઊંચા ધુમાડાના વાદળો છવાયા : 30 કિલોમીટર સુધીના વિસ્તારમાં રાખની રજકણ ઉડી રહી હોવાના અહેવાલ : યાંત્રિક વિમાનોને સતર્ક રહેવાની ચેતવણી

જાકાર્તા : ઇન્ડોનેશિયામાં એક વર્ષ સુધી શાંત રહ્યા પછી બહુ ચર્ચામાં આવેલો જ્વાળામુખી પર્વત સિનાબંગ ફાટ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ આ જ્વાળામુખીમાંથી નીકળી રહેલી આગ અને તેની જ્વાળાઓ તથા તેનો ધુમાડો આકાશમાં બે કિલોમીટર જેટલી ઉંચાઈએ પહોંચી જતા આકાશમાં ધુમાડાના વાદળો છવાઈ ગયા છે.પરિણામે યાંત્રિક વિમાનોને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
નોર્થ સુમાત્રાના કરો વિસ્તારમાં આવેલા આ જ્વાળામુખીમાંથી નીકળી રહેલી રાખ 30 કિલોમીટર સુધીના વિસ્તારમાં ફેલાઈ જવા પામી છે.ઇન્ડોનેશિયાના સ્થાનિક સમાચાર સૂત્રોના જણાવાયા મુજબ શનિવારે મોંડી  રાત્રે ભયંકર ધડાકા સાથે ફાટી નીકળેલા જ્વાળામુખીનો અવાજ પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં સંભળાયો હતો.

(12:40 pm IST)