Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

" મેઇડ ઈન અમેરિકા " ને પ્રોત્સાહન આપશું : વિદેશના કુશળ કર્મચારીઓને ઇમિગ્રેશન વિઝા આપવાની હિમાયત : ભારત સાથે વ્યવસાયિક સબંધ વધુ દ્રઢ કરવાની નેમ : ડેમોક્રેટિક પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં સ્થાનિક તથા વિદેશી લોકોને રાજી કરવાની કોશિશ

વોશિંગટન : ડેમોક્રેટ પાર્ટીની 17 થી 20 ઓગસ્ટ દરમિયાન 4 દિવસ માટે મળેલી નેશનલ કોન્ફરન્સ બાદ 80 પાનાંનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે.જેમાં દર્શાવાયા મુજબ "  મેઇડ ઈન અમેરિકા " ને પ્રોત્સાહન આપવાની ખાતરી અપાઈ છે.ઘણા લાંબા સમયથી, વૈશ્વિક ટ્રેડિંગ સિસ્ટમ અમેરિકન કામદારો પ્રત્યેના વચનો નિભાવવામાં નિષ્ફળ ગઈ છે.તેવું જણાવી ઉમેર્યું હતું કે  અમેરિકન સ્પર્ધા વચ્ચે સૌ પ્રથમ રોકાણ કરતા પહેલા અમે કોઈપણ નવા વેપાર સોદા અંગે વાટાઘાટ કરીશું નહીં.
 તેમ છતાં, તેણે ભારત સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતાં કહ્યું: "અમે ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારીમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું - વિશ્વની સૌથી મોટી લોકશાહી, મહાન વિવિધતા ધરાવતો દેશ, અને વધતી જતી એશિયા-પ્રશાંત શક્તિ તરીકે ભારતનું નામ  ઉલ્લેખનીય  છે.
  વ્યવસાયિક ઇમિગ્રેશન મુદ્દાઓ પર સ્પષ્ટતા જોવા મળી નથી. તેમાં એચ -1 બી પ્રોગ્રામ અથવા કોઈ અન્ય  પ્રોગ્રામના વિસ્તરણ વિશે ખાસ ઉલ્લેખ કર્યો નથી, તેના બદલે અસ્પષ્ટપણે જણાવ્યું હતું કે: “અમે મજૂર બજારની જરૂરિયાતોને પ્રતિભાવ આપે તેવી રીતે કાયમી, રોજગાર આધારિત ઇમિગ્રેશન માટે વિઝા આપવાનું સમર્થન કરીએ છીએ. અમે આ દેશમાં પ્રતિભાને આકર્ષવા અને જાળવી રાખવા માંગીએ છીએ. ”

(8:12 pm IST)