Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદ માટેના ઉમેદવાર તરીકે સુશ્રી કમલા હેરિસની પસંદગીને મળી રહેલો ભવ્ય આવકાર : પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઇન્દ્રા નુયીએ ગૌરવ વ્યક્ત કર્યું : ઇન્ડિયન અમેરિકન પોલિટિકલ એક્શન કમિટીએ સુશ્રી કમલાના ચૂંટણી પ્રચાર માટે 10 મિલિયન ડોલર ભેગા કરી દેવાની ઘોષણા કરી

વોશિંગટન : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદ માટેના ઉમેદવાર તરીકે સુશ્રી કમલા હેરિસની પસંદગીને સ્થાનિક ભારતીય સમૂહ દ્વારા ભારે આવકાર મળી રહ્યો હોવાનું જાણવા મળે છે.
ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બીડને તેમના સહાયક તરીકે એટલેકે વાઇસ પ્રેસિડન્ટ પદ માટે ભારતીય મૂળના મહિલાની પસંદગી કરતા નવા ઇતિહાસનું સર્જન થવા જઈ રહ્યું છે.જે મુજબ આ પદ ઉપર અશ્વેત વ્યક્તિની પસંદગી સૌપ્રથમવાર થઇ છે.તેમજ મહિલાની પસંદગી ત્રીજી વખત થઇ છે.જે મુજબ આ અગાઉ આ પદ માટે પસંદ કરાયેલી બે મહિલાઓ પરાજિત થઇ હતી.જો હવે સુશ્રી કમલા વિજેતા થશે તો આ પદ ઉપર ચૂંટાઈ આવનાર પ્રથમ અશ્વેત મહિલા બનશે.તેમજ સૌપ્રથમ ભારતીય મૂળની વ્યક્તિ બનશે.
સુશ્રી કમલાની વાઇસ પ્રેસિડન્ટ પદ માટેની પસંદગી બદલ પેપ્સિકોના પૂર્વ સીઈઓ સુશ્રી ઇન્દ્રા નુયીએ ગૌરવ વ્યક્ત કર્યું છે.તેમજ ઇન્ડિયન અમેરિકન પોલિટિકલ એક્શન કમિટીએ તેમના ચૂંટણી પ્રચાર માટે 10 મિલિયન ડોલર ભેગા કરી દેવાની ઘોષણા કરી છે.
ઉપરાંત સાઉથ એશિઅન્સ ફોર બિડનના કો-ચેર સુશ્રી દીપ શર્માએ કમલા હેરિસની પસંદગીને આવકારી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:49 pm IST)