Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધરાવતા 80 કાર્ડધારકોની સુપ્રીમ કોર્ટમાં પિટિશન : સરકાર વિરુદ્ધ પોતાનો મત વ્યક્ત કરી શકવાનો અધિકાર છીનવાઈ ગયો હોવાની રાવ

ન્યુદિલ્હી : ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધરાવતા 80 કાર્ડધારકોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશનઃ દાખલ કરી છે.જેમાં જણાવાયા મુજબ સરકાર વિરુદ્ધ  પોતાનો મત વ્યક્ત કરી શકવાનો અધિકાર છીનવાઈ ગયો હોવાની રાવ કરી છે.

પિટિશનમાં જણાવાયા મુજબ અરજદારોએ કહ્યું છે  કે સીટીઝન એક્ટની   કલમ 7D ડી કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરવા પર અથવા ભારતના બંધારણમાં અસલામ બતાવવા બદલ ઓસીઆઈની નોંધણી રદ કરવાની  કેન્દ્રને મંજૂરી આપે છે.

ઓસીઆઈ એ એવી વ્યક્તિઓ છે કે જેમની પાસે વિદેશી દેશનો પાસપોર્ટ હોય છે, પરંતુ જન્મથી  અથવા માતાપિતાના જીન્સથી  ભારત સાથે તેના જોડાણો છે. તેમની પાસે ભારતીય નાગરિકત્વ અથવા ભારતીય પાસપોર્ટ નથી.

સીટીઝન એક્ટની  કલમ 7D ડી (બી) સરકારને કોઈ વ્યક્તિની ઓસીઆઈ નોંધણી રદ કરવાની મંજૂરી આપે છે જો તેઓ ભારતના બંધારણમાં અસહિષ્ણુતા બતાવે છે અને કલમ D ડી (બી ) કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરવા માટે ઓસીઆઇ નોંધણી રદ કરવાની મંજૂરી આપે છે. કલમ 7D ડી અંતર્ગતની  આ બંને જોગવાઈઓ મનસ્વી છે અને ઓસીઆઈની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કઠોર  અસર કરે છે .

ઉપરાંત તેમને દેશમાં સંશોધન અને પત્રકારત્વના કાર્ય સહિતના કેટલાક વ્યવસાયોમાં જોડાવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે.ભારતમાં ઘણા OCIs રહે છે અને વેરો ચૂકવે છે . તેવી રજુઆત કરી હોવાનું  ધ.ડબલ્યુ.દ્વારા જાણવા મળે છે.

(7:36 pm IST)
  • કુંભ મેળો ચાલુ રાખવો કે બંધ? મીટીંગનો ધમધમાટ : હરિદ્વારમાં ચાલી રહેલ કુંભમેળામાં સંખ્યાબંધ ભાવિકોને કોરોના વળગતા કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડ સરકાર વચ્ચે કુંભ મેળો ચાલુ રાખવો કે બંધ કરવો તે અંગે ઘનિષ્ઠ ચર્ચા - વિચારણા આ લખાય છે ત્યારે ચાલી રહી છે : મોડી સાંજ સુધીમાં કુંભ મેળા અંગેનો અંતિમ નિર્ણય લેવાઈ જશે તેમ જાણવા મળે છે access_time 5:07 pm IST

  • ઉત્તર પ્રદેશમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યોઃ રાજયના ૧ર થી વધુ આઇએએસ અધિકારીઓ કોરોના સંક્રમીતઃ સીએમ કાર્યાલયમાં પણ કોરોના ઘુસ્યોઃ યોગી આદિત્યનાથની ઓફીસમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને કોરોના વળગ્યોઃ૧ર IAS ઓફિસરને કોરોના access_time 4:05 pm IST

  • કાલે ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન : રાજ્ય ચૂંટણી આયોગના આંકડા મુજબ 18 જિલ્લામાં 51176 પોલિંગ બુથ પર મતદાન : 18 જિલ્લાના 31,64,162 મતદારો સવારે 7 થી સાંજે 6 દરમિયાન પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ : અયોધ્યા, આગ્રા, કાનપુર, ગાઝિયાબાદ અને ગોરખપુરમાં થશે મતદાન access_time 12:39 am IST