Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

અમેરિકા : આખરે ન્યૂયોર્ક સ્ટેટ સેનેટે 2 બિલમાંથી 'સ્વસ્તિક' ને 'ફાસીવાદી પ્રતીક' તરીકે કાઢી નાખ્યું છે : હિંદુ અમેરિકન ફાઉન્ડેશન અને યહૂદી સંગઠનોના અથાગ પ્રયાસો રંગ લાવ્યા

હકીકત એ છે કે હાકેનક્રૂઝ (Hakenkreuz) એ ખરેખર માં નાઝી પ્રતીક છે, જેને હૂકડ ક્રોસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો હિંદુ ધર્મ કે સ્વસ્તિક સાથે કોઈ સંબંધ નથી

અમેરિકા : આખરે ન્યૂયોર્ક સ્ટેટ સેનેટે 2 બિલમાંથી હિદુઓની આસ્થાના પ્રતિક 'સ્વસ્તિક' ને 'ફાસીવાદી પ્રતીક' તરીકે કાઢી નાખ્યું છે. ઘણા સમયથી હિંદુ અમેરિકન ફાઉન્ડેશન આ માટે પ્રયત્નો કરી રહ્યા હતા જેમાં યહૂદી સંગઠનો એ પણ ખૂબ સાથ આપ્યો હતો અને આખરે આ સહિયારા અથાગ પ્રયાસો હવે રંગ લાવ્યા છે.

હકીકત માં જોઈએ તો હાકેનક્રૂઝ (Hakenkreuz) એ ખરેખર માં એક નાઝી પ્રતીક છે, જેને હૂકડ ક્રોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નાઝી પ્રતીક નો હિંદુ ધર્મ કે સ્વસ્તિક સાથે કોઈ સંબંધ નથી ટે હવે આખરે ન્યૂયોર્ક સ્ટેટ સેનેટ માન્યું છે અને અમેરિકા રહેતા હિન્દુ સમુદાયે આ નિર્ણય ખૂબ અવકારયો છે.

(10:30 pm IST)