Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર તથા સંશોધક શ્રી સુમિત શર્માને NSF નો અર્લી કેરીઅર એવોર્ડ : સંશોધન આગળ ધપાવવા પાંચ વર્ષ માટે પાંચ લાખ ડોલરની ગ્રાન્ટ મંજુર

ઓહિયો  : ઓહિયો યુનિવર્સિટીની રશ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં કેમિકલ એન્ડ બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર, ઇન્ડિયન અમેરિકન શ્રી સુમિત શર્માને ગયા મહિને  નેશનલ સાયન્સ ફાઉન્ડેશનનો  અર્લી  કેરિયર, એવોર્ડ એનાયત કરાયો છે.

પ્રોફેસર શર્માને પાંચ વર્ષી માટે 511,902  ડોલરની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેનો ઉપયોગ તેઓ  મેટાલિક નેનોપાર્ટિકલ્સ પરના સર્ફેક્ટન્ટ અથવા સાબુ જેવા પરમાણુઓના શોષણ અને વર્તનનો અભ્યાસ કરવા  ઉપયોગ કરી શકશે તેવું  યુનિવર્સિટીએ જણાવ્યું છે.

કેરિયર એવોર્ડ સંશોધન ક્ષેત્રે શરૂઆતની પ્રારંભિક-કારકિર્દીને પ્રોત્સાહન આપવા એનએસએફ તરફથી આપવામાં આવે છે. જે સુપ્રતિષ્ઠિત એવોર્ડ ગણાય છે.

પ્રોફેસર  શર્મા 2015  ની સાલથી ઓહિયો યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર  તરીકે સેવાઓ આપી રહ્યા છે. અને હવે તેમનો  કાર્યકાળ  2021 અને આગળ માટે લંબાવવામાં આવ્યો છે.

પ્રોફેસર શર્માએ જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સના સંશોધકોમાં સ્થાન મેળવવું તે બાબત એક અદભુત અને રોમાંચક બાબત છે. તેઓએ એવોર્ડ મેળવવા બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો તેવું ઈ.વે. દ્વારા જાણવા મળે છે.

(5:59 pm IST)