Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

17 સપ્ટેમ્બર 2022 શનિવારની તારીખ તમારી ડાયરીમાં નોંધી લેજો : અમેરિકામાં વલ્લભધામ હવેલી કનેક્ટિકટના ઉપક્રમે નવરાત્રી તહેવાર નિમિત્તે રાસ ગરબાની રમઝટ : 10 હજાર લોકોનો સમાવેશ કરી શકતા ન્યુ બ્રિટનના ઓપન એર ફૂટબોલ ગ્રાઉન્ડમાં સાંજે 6 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી ખેલૈયાઓ મન મૂકીને ઝૂમશે : વિનામૂલ્યે પાર્કિંગ તથા પ્રવેશની સગવડ સાથે ઉત્સવનો લાભ લેવા વૈષ્નવ પરિવાર ઓફ કનેક્ટિકટનું આમંત્રણ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં વલ્લભધામ હવેલી કનેક્ટિકટના ઉપક્રમે નવરાત્રી તહેવાર નિમિત્તે 17 સપ્ટેમ્બર 2022 શનિવારના રોજ નવરાત્રી ઉત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે.

10 હજાર લોકોનો સમાવેશ કરી શકતા ન્યુ બ્રિટનના ઓપન એર ફૂટબોલ ગ્રાઉન્ડમાં સાંજે 6 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી ખેલૈયાઓ મન મૂકીને ઝૂમશે .જ્યાં વિનામૂલ્યે પાર્કિંગ તથા પ્રવેશની સગવડ રાખવામાં આવી છે.

ન્યુબ્રિટન ફૂટબોલ સ્ટેડિયમ ,230 જ્હોન કાર્બોનિક વે ,ન્યુબ્રિટન કનેક્ટીકટ મુકામે આયોજિત આ નવરાત્રી તહેવારની તારીખ તમારી ડાયરીમાં નોંધી લેજો જે અંતર્ગત સપરિવાર મિત્ર મંડળ સહીત ઉત્સવમાં જોડાવા વૈષ્ણવ પરિવાર ઓફ કનેક્ટીકટએ આમંત્રણ પાઠવ્યું છે.

વિશેષ માહિતી www.vpofct.org અથવા www.vallabhdham.org દ્વારા મેળવી શકાશે.

વલ્લ્ભધામ હવેલી રજીસ્ટર થયેલું ઓર્ગેનાઇઝેશન છે. જેને આપવામાં આવતું ડોનેશન ટેક્સ ફ્રી છે.

યુ ટ્યુબ ઉપર વલ્લ્ભધામ હવેલી દ્વારા ઉજવાતા ઉત્સવોના વિડિઓ તથા ફોટાઓ જોઈ શકાય છે.

 

(10:45 am IST)