Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

" ડોનાલ્ડ ટ્રમ્પનું ઉંહું...ઉંહું " : પ્રેસિડન્ટ પદ માટે યોજાનારી ડિબેટ વર્ચ્યુઅલી યોજાશે : બંને ઉમેદવાર પોતપોતાના સ્થળેથી ડીબેટમાં ભાગ લેશે : ડિબેટ કમિશનના એલાન સામે ટ્રમ્પનો વાંધો : હું વર્ચ્યુઅલ ડીબેટમાં ભાગ નહીં લઉં

વોશિંગટન : અમેરિકામાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થતી જાય છે.ત્યાંના રિવાજ મુજબ પ્રેસિડન્ટ પદના ઉમેદવારો વચ્ચે ચૂંટણીની તારીખ પહેલા 3 વખત ડિબેટ યોજાય છે.જેમાં સ્પર્ધક ઉમેદવારો પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરે છે.જે મુજબ એક ડિબેટ યોજાઈ ગઈ છ.ત્યારપછી હવે બીજી ડિબેટ આગામી 15 ઓક્ટોબરના રોજ છે.જે વર્ચ્યુઅલ યોજવાનું ડિબેટ કમિશને એલાન કર્યું છે.પરંતુ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પએ વર્ચ્યુઅલ ડીબેટમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ કોરોના સંક્રમિત થઇ ચૂકેલા હોવાથી ડેમોક્રેટ સ્પર્ધક જો બીડને તેઓ સંક્રમિત નથી તેવું પ્રુફ આપે તો જ ફિઝિકલ ડીબેટમાં ભાગ લેવાની તૈયારી બતાવી છે.

(6:49 pm IST)