Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ડોનાલ્ડ ટ્રમ્પની કોવિદ-19 સારવાર સંપન્ન : આવતીકાલ શનિવારથી જાહેર જનતાની વચ્ચે જઇ શકશે : ટ્રમ્પના ડોક્ટરનો અહેવાલ

વોશિંગટન : અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેવા સંજોગોમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પની સારવાર સંપન્ન થઇ ચુકી છે.હવે આવતીકાલ શનિવારથી તેઓ જાહેર જનતા વચ્ચે જઈ શકશે તેવું તેમના ડોક્ટરે જણાવ્યું છે.

ડોક્ટરના અહેવાલને આધારે હવે પ્રેસિડન્ટ પદના રિપબ્લિકન ઉમેદવાર વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી ટર્મ માટે પોતાનો પ્રચાર શરૂ કરી દેશે.તેમજ ચુનાવ રેલી શરૂ થઇ જશે.

ઉલ્લેખનીય  છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ ગયા સપ્તાહમાં કોરોના સંક્રમિત થયા હતા.તેઓને મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

(11:47 am IST)