Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

' સાઉથ એશિયન હાર્ટ હેલ્થ અવેરનેસ એન્ડ રિસર્ચ એક્ટ બિલ ' : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલે યુ.એસ.કોંગ્રેસમાં મૂકેલું બિલ સર્વાનુમતે પસાર : હાર્ટ એટેકનું વધુ પ્રમાણ ધરાવતા એશિયન અમેરિકન પ્રજાજનોને આ રોગ સામે જાગૃત કરવાની સાથે સારવાર અપાશે : બિલ પાસ કરવા બદલ AAPI પ્રેસિડન્ટે યુ.એસ.કોંગ્રેસનો આભાર માન્યો : સેનેટ દ્વારા પણ બિલ વહેલી તકે મંજુર કરવામાં આવે તેવી વિનંતી કરી

વોશિંગટન ડી સી : અમેરિકાની કોંગ્રેસમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલે મૂકેલું ' સાઉથ એશિયન હાર્ટ હેલ્થ અવેરનેસ  એન્ડ રિસર્ચ એક્ટ બિલ ' 29 સપ્ટેમ્બરના રોજ  સર્વાનુમતે પાસ થઇ ગયું છે.જે હવે 30 સપ્ટેમ્બરના રોજ  યુ.એસ.સેનેટની હેલ્થ ,એજ્યુકેશન ,લેબર ,તથા પેન્શન કમિટી સમક્ષ મુકવામાં આવ્યું છે.આ બિલ કોંગ્રેસમાં સર્વાનુમતે પાસ કરવા બદલ આભાર વ્યક્ત કરવાની સાથે સેનેટ દ્વારા વહેલી તકે મંજુર કરવામાં આવે તે માટે  અમેરિકન એશોશિએશન ઓફ  ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન  

( AAPI )  પ્રેસિડન્ટ ડો.સુધાકર જોનાલ ગડ્ડાએ  સેનેટને વિનંતી કરી છે.
આ બિલ અન્ય કોમ્યુનિટી કરતા વધારે પ્રમાણમાં  હાર્ટ એટેકનો ભોગ બનતા  સાઉથ એશિયન પ્રજાજનોને જાગૃત કરવાનું કામ કરશે.આ બિલ કોંગ્રેસમાં પાસ થવા બદલ ગૌરવ અનુભવતા અમેરિકાના સૌપ્રથમ ભારતીય મૂળના કોંગ્રેસ વુમન સુશ્રી જયપાલે જણાવ્યું હતું કે ઘણા સમયથી આ બિલ પાસ કરાવવા માટેની મારી જહેમત લેખે લાગી છે.
તેમણે ઉમેર્યું હતું કે આ બિલ  હાર્ટ એટેકથી એશિયન અમેરિકન પ્રજાજનોને જાગૃત કરવાનું કામ કરવાની સાથે તેનો ભોગ બનેલા લોકોને સારવાર અપાવવામાં પણ મદદરૂપ થશે.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(6:34 pm IST)