Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ચીનમાં ભારતીય મૂળના ડો.દ્વારકાનાથ કોટનિસની 110 મી જન્મ જયંતિ ઉજવાઈ : બીજા વિશ્વ યુદ્ધ વખતે આરોગ્ય સેવાઓ આપવા માટે ચીન ગયા હતા : જ્યાં માત્ર 32 વર્ષની ઉંમરે નિધન થયું હતું

બેજિંગઃ :  ચીનમાં ગઈકાલ 11 ઓક્ટોબરના રોજ ભારતીય મૂળના ડો.દ્વારકાનાથ કોટનિસની 110 મી જન્મ જયંતિ ઉજવાઈ .હતી. ભારતીય દૂતાવાસના ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં દૂતાવાસના વરિષ્ઠ અધિકારીઓ ,તથા ચીન તથા  ભારતીય વિશ્વવિદ્યાલયના છાત્રો તેમજ મીડિયા કર્મીઓ જોડાયા હતા.
 ડો.દ્વારકાનાથ કોટનિસએ માઓત્સે તુંગના વખતમાં થયેલી હરિયાળી ક્રાંતિ તથા બીજા વિશ્વ યુદ્ધ સમયે આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપી હતી.તેની યાદગીરીમાં દરવર્ષે  11 ઓક્ટોબરના રોજ તેમનો જન્મ દિવસ ઉજવાય છે.
મહારાષ્ટ્રના શોલાપુરના વતની ડો.કોટનિસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 1938 ની સાલમાં ચીનની મદદ માટે મોકલાયેલા 5 ડોક્ટરોની ટીમમાં શામેલ હતા.ત્યાર પછી તેઓ ત્યાં સ્થાયી થઇ ગયા હતા.જ્યાં માત્ર 32 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું .

(12:20 pm IST)