Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અમેરિકાના પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડેન તથા સુશ્રી કમલા હેરિસને AAPI એ અભિનંદન પાઠવ્યા : કોરોના વાઇરસને નાથવાનો પ્રોજેક્ટ સૌપ્રથમ હાથ ઉપર લેવા બદલ AAPI પ્રેસિડન્ટ ડો.સુધાકરે બંનેને બિરદાવ્યા

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડન્ટ  તરીકે ચૂંટાઈ આવેલા  જો બિડેન તથા  સુશ્રી કમલા હેરિસને અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ  ઇન્ડિયન ઓરિજીન ( AAPI ) પ્રેસિડન્ટ ડો.સુધાકર જોનાલગડ્ડાએ અભિનંદન પાઠવ્યા હતા.તથા કોરોના વાઇરસને નાથવાનો પ્રોજેક્ટ સૌપ્રથમ હાથ ઉપર લેવા બદલ  બંનેને બિરદાવ્યા હતા.

ડો.સજની શાહે પણ બિડનને તમામ કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાને બદલે સહુને  એક ગણી  સમાન ન્યાય આપવાના તેમના સિદ્ધાંત બદલ બિરદાવી પ્રશંશા કરી હતી.ડો.અનુપમા ગોટીમુકુલાએ  અમેરિકામાં સૌપ્રથમ વખત મહિલા વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવવા બદલ સુશ્રી કમલા હેરિસને અભિનંદન આપ્યા હતા.તથા આ બાબત ઇન્ડિયન અમેરિકન સમુદાય માટે ગૌરવરૂપ હોવાનું જણાવ્યું હતું .તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(7:55 pm IST)