Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ન્યુયોર્કના ટાઈમ્સ સ્કવેર ઉપર દિવાળીનો ઝગમગાટ : હિન્દૂ ,શીખ ,ઈસાઈ,સહીત તમામ કોમ્યુનિટી દ્વારા આજ 12 નવેમ્બરના રોજ થઇ રહેલી ઉજવણી : અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જતા તહેવારના માનમાં દિવા પ્રગટાવ્યા : કોવિદ -19 ના સંજોગોને ધ્યાને લઇ ઉજવણી સાદગીથી કરાઈ

ન્યુયોર્ક : અમેરિકામાં સાઉથ એશિયનોની વધુ વસતિ ધરાવતા ન્યુયોર્ક સ્ટેટમાં 2013 ની સાલથી ટાઈમ સ્કવેર ઉપર ભારતીયોના લોકપ્રિય તહેવાર દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત ટાઈમ સ્કવેર રાશનીથી ઝગમગી ઉઠે છે.

દર વર્ષની માફક આ વર્ષે પણ શાનદાર ઉજવણી કરાઈ હતી.જે અંતર્ગત સાંજે 6 વાગ્યાથી 6-30 કલાક દરમિયાન દિવા પ્રગટાવાયા હતા.અલબત્ત કોવિદ -19 ના સંજોગોને ધ્યાને લઇઉજવણી સાદગીથી કરવામાં  આવી હતી.સાથોસાથ સ્થાનિક ભારતીયોએ પોતાના ઘરોમાં રોશનીના ઝગમગાટ સાથે દિવા પ્રગટાવ્યા હતા તથા કેલીફોર્નીઆથી ટેક્સાસ તથા સાઉથ કેરોલિના સુધીના સાઉથ એશિયન પ્રજાજનોએ દિવાળી તહેવાર ઉજવી ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા  તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(8:41 pm IST)