Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

મુસ્લિમ રાષ્ટ્ર ઇન્ડોનેશિયામાં પણ દિવાળી ઉત્સવની ઉજવણી : મોરેશિયસ ,નેપાળ ,મલેશિયા તથા સિંગાપુરમાં વસતા હિંદુઓ પણ દિવાળી તહેવાર ઉજવવામાં મશગુલ

બાલી : મુસ્લિમ રાષ્ટ્ર ઇન્ડોનેશિયામાં પણ ભારે ઉમંગપૂર્વક  દિવાળી ઉત્સવની ઉજવણી થઇ રહી છે.જ્યાં વસતા હિંદુઓ દિવાળી ઉત્સવ ઉજવી રહ્યા છે.

દેશમાં 80 ટકા જેટલી હિન્દુઓની વસતિ ધરાવતા નેપાળમાં પણ દિવાળી તહેવારનો અનોખો ઉમંગ જોવા મળી રહ્યો છે.જ્યાં સીતાજીનું પિયર છે તે શહેરમાં ભગવાન રામની તથા સીતાજીની પૂજા થાય છે.

63 ટકા જેટલા ભારતીયોની વસતિ  ધરાવતા દેશ મોરેશિયસમાં હિંદુઓ ભારે ઉમંગપૂર્વક દિવાળી પર્વ ઉજવી રહ્યા છે.તેમજ સિંગાપોરમાં પણ આ તહેવાર ઉજવાઈ રહ્યો છે.બ્રિટન ,અમેરિકા ,તાઇવાન સહિતના દેશોમાં પણ દિવાળી પર્વનો ઉમંગ  હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:50 pm IST)