Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

યુ.એસ.ના ટેક્સાસમાં DFW એકતા મંદિરના ઉપક્રમે આજ 14 નવેમ્બરના રોજ દિવાળી ઉત્સવ : લક્ષ્મી પૂજન તથા ચોપડા પૂજનનું આયોજન : 16 નવેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી કરાશે : 22 નવેમ્બરના રોજ અન્નકૂટ દર્શનનો લહાવો : તહેવારોની ઉજવણી દરમિયાન ફટાકડા નહીં ફોડવા અને ટોળે નહીં વળવા ભાવિકોને અનુરોધ

ટેક્સાસ : યુ.એસ.ના ટેક્સાસમાં ઇરવિન મુકામે આવેલા  DFW  એકતા મંદિરના ઉપક્રમે આજ 14 નવેમ્બરના રોજ દિવાળી ઉત્સવ ઉજવાશે . જે અંતર્ગત સાંજે 6 વાગ્યે લક્ષ્મી પૂજા તથા ચોપડા પૂજનનું આયોજન કરાયું છે.

 16 નવેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી કરાશે . જેનો સમય સવારે 10 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.

22 નવેમ્બરના રોજ  અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો સમય સવારે 10 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.

તહેવાર દરમિયાન દરરોજ સાંજે 7 વાગ્યે મહામંગલ આરતી થશે.

કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ તમામ નિયમોના પાલન સાથે શિસ્તપૂર્વક ઉજવણી કરાશે  .તહેવારોની ઉજવણી દરમિયાન ફટાકડા નહીં ફોડવા અને ટોળે નહીં વળવા ભાવિકોને અનુરોધ કરાયો છે.

અન્નકૂટ મનોરથ સ્પોન્સર કરવા તેમજ ડોનેશન આપવા  માટે કોન્ટેક નં 972-445-3111 દ્વારા અથવા મંદિરનો સંપર્ક કરવા જણાવાયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:44 pm IST)