Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

કોરોના વાઇરસને કારણે ચીનમાં વસતિ વધારો ઘટ્યો : ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બાળજન્મમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો

બેજિંગઃ :કોરોનાના  ઉદભવ સ્થાન સમાન ગણાતા ચીન દેશમાં કૂદકે  ને ભૂસકે વધી રહેલી વસતિ ઉપર કંઈક અંશે નિયંત્રણ આવેલું જોવા મળ્યું છે .જે મુજબ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બાળજન્મમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે.

જોકે પાંચ વર્ષ પહેલા જ સરકારે વસતિ ઉપર કાબુ મુકતા કાયદા ઘડ્યા છે.પરંતુ તેની ખાસ અસર જોવા મળી નથી.કોરોનાએ આ કામ કરી દીધું છે.લોકો આરોગ્ય પ્રશ્ને ચિંતિત થતા આપોઆપ વસતિમાં ઘટાડો નોંધાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:21 am IST)