Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદ માટે કમલા હેરિસ કરતા કોઈ વધુ સુંદર મહિલા પસંદ કરવી જોઈતી હતી : કમલા ભલે ભારતીય મૂળના હોય પણ મને તેના કરતા વધુ ભારતીયોનું સમર્થન છે : ડોનાલ્ડ ટ્રમ્પના પ્રહારો

વોશિંગટન : ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બીડને તેમના સહાયક તરીકે એટલેકે વાઇસ પ્રેસિડન્ટ પદ માટે ભારતીય મૂળની સેનેટર મહિલા કમલા હેરિસની પસંદગી કરતા વર્તમાન રિપબ્લિક પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમના ઉપર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે.

જે મુજબ તેમણે જણાવ્યું હતું કે વાઇસ પ્રેસિડન્ટ પદ માટે કમલા હેરિસ કરતા કોઈ વધુ સુંદર મહિલા પસંદ કરવી જોઈતી હતી.તેમનો ઈશારો અન્ય સંભવિત અને સુંદર મહિલા ઉમેદવાર એલિઝાબેથ વોરેન તરફ હતો.

આ અગાઉ તેમણે કમલા હેરિસન જન્મસ્થાન વિષે પણ સવાલ ઉઠાવ્યો હતો.જે મુજબ તેઓ પ્રેસિડન્ટ પદ માટે ઉમેદવારી કરી શકે નહીં તેવી શંકા વ્યક્ત કરી હતી. જે મુજબ  કમલાનો જન્મ અમેરિકામાં થયો હતો પરંતુ તેમના માતા તથા પિતા વિદેશમાંથી આવેલા હતા.તેમણે ઉમેર્યું હતું કે કમલા ભલે ભારતીય મૂળના હોય પરંતુ મને ભારતીયોનું તેઓ કરતા વધુ સમર્થન છે.

ટ્રમ્પએ તેઓને બિડન કરતા પણ વધુ ખરાબ ઉમેદવાર ગણાવ્યા હતા. તથા ઉમેર્યું હતું કે પ્રેસિડન્ટ પદ અને વાઇસ પ્રેસિડન્ટ પદ ઉપર અનુક્રમે  જો બિડન અને કમલા હેરિસ આવશે તો પોલીસ ડિપાર્ટમેન્ટને તેઓ ખતમ કરી દેશે.અમેરિકાને બદતર હાલતમાં મૂકી પતન કરી દેશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:29 pm IST)