Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ફ્રાન્સમાં સૌપ્રથમવાર નવો કાનૂન : હવે 15 વર્ષથી ઓછી ઉંમરની યુવતી સાથે યૌન સબંધ બાંધવો અપરાધ ગણાશે : અત્યાર સુધી આ માટે વય મર્યાદા નહોતી

પેરિસ : ફ્રાન્સ સરકાર નવો કાયદો અમલમાં મુકવા જઇ રહી છે.જે મુજબ હવે 15 વર્ષથી ઓછી ઉંમરની યુવતી સાથે યૌન સબંધ બાંધવો અપરાધ ગણાશે . અત્યાર સુધી આ માટે ઓછામાં ઓછી ઉંમરની મર્યાદા ન હોવાથી  શિક્ષા થઇ શકતી નહોતી . ફ્રાન્સમાં સગીર બાલિકાઓ સાથે  વધી રહેલા યૌન સંબંધને  ધ્યાને લઇ ઉપરોક્ત કાનૂન તૈયાર કરાયો છે.

ઉલ્લેખનીય છે કે બ્રિટનના કાનૂન મુજબ 13 વર્ષથી ઓછી ઉંમરની યુવતી સાથે યૌન સબંધ બાંધવો તે અપરાધ ગણાય છે.

(1:48 pm IST)