Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ઇન્ડિયન અમેરિકન એસેમ્બલીમેન શ્રી આશ કાલરા ' લેજિસ્લેટિવ પ્રોગ્રેસિવ કોક્સ ' ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા : 2021-22 ની સાલ માટે હોદ્દો સંભાળશે : હ્યુમન રાઇટ્સ ,ક્લાઈમેટ ક્રાઈસીસ , હેલ્થકેર , તથા રોજગારી નિર્માણ દ્વારા અસમાનતા દૂર કરી અર્થતંત્રને મજબૂત કરવાની નેમ

કેલિફોર્નિયા : કેલિફોર્નિયાના 27 મા ડિસ્ટ્રિકના ડેમોક્રેટિક એસેમ્બલીમેન ઇન્ડિયન અમેરિકન શ્રી આશ કાલરા  ' લેજિસ્લેટિવ પ્રોગ્રેસિવ કોક્સ ' ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે.તેઓ 2021-22 ની સાલ માટે હોદ્દો સંભાળશે.

ઉપરોક્ત હોદા ઉપર પસંદગી થતા તેમણે જણાવ્યું હતું કે  કોવિદ -19 સંજોગોએ રાજ્યના આર્થિક વિકાસને અટકાવી દીધો છે.તેમજ લોકો વચ્ચે સામાજિક અસમાનતા ઉભી કરી દીધી છે.

આથી આપણે હ્યુમન રાઇટ્સ ,ક્લાઈમેટ ક્રાઈસીસ ,તથા હેલ્થકેર ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે.તેમજ રોજગારી ગુમાવી બેઠેલા લોકોને તે અપાવવા પ્રયત્નશીલ રહેવું પડશે.સાથોસાથ અર્થતંત્રને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

તેમણે ઉમેર્યું હતું કે મારા કમપેનને મોટા કોર્પોરેટ્સ નહીં પણ સામાન્ય પ્રજાનો ટેકો છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:38 pm IST)