Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

શીખોને હિંસા કરવા માટે ઉશ્કેરવા બદલ ખાલસા ટી.વી. લિમિટેડને 50 હજાર પાઉન્ડનો દંડ : બ્રિટનમાં મીડિયા ઉપર નજર રાખતી સંસ્થા ઓફકોમએ દંડ ફટકાર્યો : ભારતમાં હિંસાને સમર્થન આપતા મ્યુઝિક વિડીઓનું પ્રસારણ કરવાનો આરોપ

લંડન : બ્રિટનમાં મીડિયા ઉપર નજર રાખતી સંસ્થા ઓફકોમએ ખાલસા ટી.વી.ને 50 હજાર પાઉન્ડ ( અંદાજે 50 લાખ રૂપિયા ) નો દંડ ફટકાર્યો  છે.
ખાલસા ટી.વી.ઉપરના આરોપ મુજબ તેણે શીખો વિરુદ્ધ બયાન આપનાર ઉપર હિંસા આચરવા પ્રોત્સાહન આપ્યું છે. તથા ભારતમાં હિંસાને સમર્થન આપતા મ્યુઝિક વિડીઓનું પ્રસારણ કરવાનો આરોપ લગાવ્યો છે.તેમજ તેને લગતી ચર્ચાઓ કરવાનો આરોપ લગાવ્યો છે.

ખાલસા ટી.વી.એ પ્રસારિત કરેલા મ્યુઝિક વિડિઓ બગ્ગા એન્ડ શેરા માં ઇન્દિરા ગાંધી નો ફોટો મૂકી તેને દુષ્ટ ગણાવી શીખોનું લોહી પીનારા ગણાવ્યા છે.તેમજ લાલ કિલ્લાને અગ્નિમાં બળતો દેખાડ્યો હોવાનો આરોપ લગાવ્યો હોવાનું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(6:00 pm IST)