Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા' ગાયત્રી ચેતના સેન્ટર ' ના ઉપક્રમે 108 કુંડ મહાયજ્ઞનું ભવ્ય આયોજન : 25 જુલાઈ 2021 રવિવારના રોજ આયોજિત 13 મા મહાયજ્ઞમાં આજુબાજુના રાજ્યોમાંથી 2000 ઉપરાંત ગાયત્રી ઉપાસકો ઉપસ્થિત રહેશે : યજ્ઞમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી : સવારે 10 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞ શરૂ થશે : બપોરે 1-00 કલાકે પુર્ણાહુતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા : સરકારશ્રીની ગાઈડ લાઈન સાથે યજ્ઞમાં ભાગ લેવા માટે મંદિરના ફોન નં ( 732) 357-8200 દ્વારા નામ નોંધાવવા અનુરોધ

 દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક પંડિતશ્રી રામશર્મા આચાર્યજી અને માતાશ્રી ભગવતીદેવીના પ્રેરણા અને સૂક્ષ્મ માર્ગદર્શન થકી પ્રમુખશ્રી શ્રદ્ધેય ડો.પ્રણવ પંડ્યાજી તથા શ્રદ્ધેય શૈલ જીજીના આશીર્વાદ સહ ,ન્યુજર્સી સ્થિત ગાયત્રી ચેતના સેન્ટર ( GCC ) piscataway શહેરમાં 13 મો મહાયજ્ઞ -108 કુંડી મહાયજ્ઞનું આધ્યાત્મિક આયોજન થઇ રહેલ છે.

જુલાઈ 25 ,રવિવારના રોજ સવારના 10 કલાકે વિશ્વ ગાયત્રી પરિવારના પ્રજ્ઞાપુત્રી રશ્મિબેન પટેલ ( ડભોઇ ગુજરાત ) ના હિન્દૂ ધર્મના વૈદિક ,શાસ્ત્રોક્ત ,મંત્રોચ્ચાર વિધિ -ગાન મુજબ 108 કુંડીય યજ્ઞનું આયોજન હાથ ધરાયેલ છે.

ગાયત્રી ચેતના સેન્ટર ( GCC ) piscataway દ્વારા યજ્ઞમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.આ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે ન્યુજર્સી ,ન્યુયોર્ક ,ફિલાડેલ્ફીયા , Bensalem ,તથા આજુબાજુના રાજ્યોમાંથી ગાયત્રી પરિવારના પરિજનો  2000 થી વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે.યજ્ઞમાં ભાગ લેવા માટે ગાયત્રી મંદિરના ફોન ( 732) 357-8200 દ્વારા સંપર્ક સાધીને પોતાના નામ નોંધાવવા નમ્ર વિનંતી કરવામાં આવે છે.

 

મહાયજ્ઞની પુર્ણાહુતી બપોરના 1-00 કલાકે કરવામાં આવશે.ત્યારબાદ મહાપ્રસાદની વ્યવસ્થા સંસ્થા મંદિર દ્વારા કરવામાં આવેલ છે.ગાયત્રી મંદિર પીસકાટાવે દ્વારા હિન્દૂ સંસ્કૃતિને ધબકતી રાખવા માટે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહેલ છે.

108 કુંડ મહાયજ્ઞમાં ઉપસ્થિત પરિજનો માટે ન્યુજર્સી રાજ્યની કોવિદ -19 માર્ગદર્શિકા guidelines નું સંપૂર્ણ પાલન કરવું જરૂરી બની રહેશે.

ગાયત્રી ચેતના સેન્ટર દ્વારા " રામ સ્મૃતિ ઉપવન " ( Accupressure Park    ) એક્યુપ્રેસર પાર્ક બનાવવાનું કાર્ય મંદિરના પરિસરમાં જ શરૂ થઇ ગયેલ છે.જેનો લાભ તમામને માટે ખુબ જ લાભદાયી નીવડશે .GCC સેન્ટર દ્વારા હિન્દૂ ધર્મની સંસ્કૃતિને ધબકતી રાખવા માટે નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના વ્યક્તિઓને લાભ થાય તેવી અનેક પ્રવૃતિઓ હાથ ધરી રહેલ છે.નાના બાળકો માટે વૈદિક શિક્ષણ ,યજ્ઞ ,સંસ્કાર ,હવન ,ગરબાનું આયોજન ,હોળી -ધુળેટીનું આયોજન ન્યુજર્સી સ્થિત ગાયત્રી મંદિર -દ્વારા કરવામાં આવે છે.

108 કુંડ મહાયજ્ઞના આયોજન માટે 100 થી વધુ GCC સેન્ટર સ્વયંસેવકોની ટિમનું આયોજન દાદ માંગી લે તેવું અવિસ્મરણીય બની રહેશે.વધુ માહિતી સંસ્થાની વેબસાઈટ  WWW.GAYATRI CENTER.ORG અથવા  ( 732) 357-8200 દ્વારા મેળવી શકાશે.

(6:56 pm IST)