Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ડલાસના આંગણે દીપાવલીનો ભવ્ય મહોત્સવ ઉજવાયો : 1 નવે.થી 6 નવે. 2021 દરમિયાન કરાયેલી ઉજવણીમાં લક્ષ્મીપૂજન , હનુમાનપૂજન તેમજ ચોપડાપૂજનનુ આયોજન કરાયું : અન્નકૂટ દર્શન ,દીપમાળા આરતી ,સાંસ્કૃતિક કાર્યક્રમો ,મહાપ્રસાદ ,લાઈટ શો સહિતના આયોજનોથી બે હજાર જેટલા હરિભક્તો ભાવવિભોર

ટેક્સાસ : શ્રીજી મહારાજની અસીમ ક્રુપાથી અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ડલાસના આંગણે તા. 11-01-2021 થી તા. 11-06-2021 ના રોજ દીપાવલીનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો.  મંદિરના ચોકમાં લક્ષ્મીપૂજન , હનુમાનપૂજન તેમજ ચોપડાપૂજનનુ સુંદર આયોજન થયુ હતુ. આ ઉપરાંત દરરોજ સવારે સ્વામિનારાયણ મહામંત્રના હરિ યાગનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું.અંતિમ દિવસના ભવ્ય સમારોહમાં આશરે 2000 જેટલા દર્શનાર્થીઓએ ઉત્સવની મજા માણી હતી.

અંતિમ દિવસના સવારના કાર્યક્રમમાં સ્વછતા અને શુદ્ધતા સાથે બહેનોએ અતિ ઉત્સાહ અને ભાવ ભરેલી વિવિધ 551 ઉપરાંત વાનગીઓ બનાવી ભગવાનને સુંદર અન્નકૂટ ધરાવ્યો હતો જેનો 1100 ઉપરાંત દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. જયારે સાંજના કાર્યક્રમમાં દિપમાળાથી શણગારેલા દેવોનીઆરતી એતો સૌને આનંદિત કરી દીધા હતા.

 ગુરુવર્ય પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામી તેમજ પૂ. દેવપ્રસાદદાસજી સ્વામીએ ઓનલાઇન સહુ હરિભક્તોને દિવાળીના આશીર્વાદ પાઠવ્યા હતા. મહાપ્રસાદ બાદ સાંસ્ક્રુતિક કાર્યક્રમમાં મંદિર ઉપર લાઈટ શો અને અદ્ભૂત ફાયરવૉર્ક્સની સાથે યુવાનોએ પોતાની ગુરુકુલ પ્રત્યેની નિષ્ટા નિર્દેશતુ અદ્ભુત ન્રુત્ય દર્શાવ્યુ હતુ. અન્તે સૌ નવા વર્ષના કેલેન્ડેર અને અન્નકૂટનો પ્રસાદ લઇ છુટા પડ્યા હતા. તમે આ મહોત્સવનો લાભ ન લઇ શક્યા હો તો યુટ્યુબ પર તેનો લાભ જરુર લેજો.સૌને આ નવુ વર્ષ વધારે સુખદાયી અને આનન્દાયી બની રહે તેવી સ્વામિનારાયણ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ સહ પ્રાર્થના. તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(12:00 am IST)