Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

પ્રવાસી ભારતીય દિવસ 2021 : 4 ઇન્ડિયન અમેરિકનને એવોર્ડ આપી સન્માનિત કરાયા

ન્યુદિલ્હી : તાજેતરમાં 9 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરાયેલા 16 મા પ્રવાસી ભારતીય દિવસ નિમિતે 4 ઇન્ડિયન અમેરિન પ્રવાસીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાં હસ્તે વર્ચ્યુઅલ સન્માનિત કરાયેલા 4 ઇન્ડિયન અમેરિકનમાં ડો.સુધાકર જોનાલાગડ્ડા ,ડો.મુકેશ અઘી ,ડો.અરવિંદ ફુકન ,તથા શ્રી નીલુ ગુપ્તાનો સમાવેશ થાય છે.

જે પૈકી  અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન  ( AAPI ) પ્રેસિડન્ટ ડો.સુધાકર જોનાલાગડ્ડાને મેડિસિન માટે,
 તથા યુ.એસ.ઇન્ડિયા સ્ટેટેજીક પાર્ટનરશીપ ફોરમ  પ્રેસિડન્ટ તથા સી.ઈ.ઓ.ડો.મુકેશ અઘીને બિઝનેસ , કોર પ્રોફેશનલ ગ્રુપ ફોર બ્રહ્મપુત્રા ફાઉન્ડર ડો.અરવિંદ ફુકનને એન્વાયરમેન્ટ  ટેક્નોલોજી , તથા શ્રી  નીલુ ગુપ્તાને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા..

ઉપરાંત ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન ઓફ ટ્રીસ્ટેટ ન્યુયોર્ક ન્યુજર્સી ,કનેક્ટીકટ ( FIA  ) ને કોમ્યુનિટીના છત્ર સમાન ઓર્ગેનાઈઝેશ તરીકે બહુમાન કરાયું હતું.જે બદલ FIA પ્રેસિડન્ટ શ્રી અનિલ બંસલે આભાર વ્યક્ત કર્યો હતો.

આ વર્ષના પ્રવાસી ભારતીય દિવસનું સૂત્ર ' આત્મનિર્ભર ભારત ' રાખવામાં આવ્યું હતું.

(7:24 pm IST)