Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

" 30 અંડર 30 " : ફોર્બ્સ મેગેઝીને 2021 ની સાલ માટે બહાર પાડેલી યાદીમાં અનેક ઇન્ડિયન અમેરિકન યુવાઓએ સ્થાન મેળવ્યું : એનરજી , ઇન્વેસ્ટમેન્ટ ,મીડિયા ,સહિતના ક્ષેત્રે લિસ્ટમાં શામેલ

વોશિંગટન : તાજેતરમાં ફોર્બ્સ મેગેઝીને બહાર પડેલી 2021 ની સાલ માટેની " 30 અંડર 30 " યાદીમાં અનેક ઇન્ડિયન અમેરિકન યુવાઓએ સ્થાન હાંસલ કર્યું છે.જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ મેગેઝીને 600  યુવાઓનું લિસ્ટ જાહેર કર્યું છે.જેમાં જુદા જુદા ક્ષેત્રોમાં અનેક ઇન્ડિયન અમેરિકન યુવાઓએ સ્થાન મેળવ્યું છે.

આ યુવાઓમાં 27 વર્ષીય વિદ્યુત ચૌધરી , 27 વર્ષીય આશના મેહતા ,18 વર્ષીય  અવની ગર્ગ ,ગૌરી રંગરાસ ,29 વર્ષીય હરેશ પટેલ ,સહિતના અનેક યુવા સમૂહે સ્થાન મેળવ્યું છે.

જોકે સાયન્સ કેટેગરીમાં કોઈ ઇન્ડિયન અમેરિકન સ્થાન મેળવી શક્યા  નથી.

(8:12 pm IST)