Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ન્યુયોર્ક કાઉન્સિલની પેટા ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો પરાજિત : 24 મા ડિસ્ટ્રિક્ટની પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવાર જેમ્સ જિન્નરોને 60 ટકા મતો મળ્યા

ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં યોજાયેલી 24 મા ડિસ્ટ્રિક્ટની પેટા ચૂંટણી તાજેતરમાં યોજાઈ ગઈ.જેમાં ઉમેદવારી નોંધાવનાર ઇન્ડિયન તથા એશિયન ઉમેદવારો પરાજિત થયા છે.વિજેતા ઉમેદવાર કે જેઓ આ બેઠક ઉપર અગાઉ 2002 થી 2013 ની સાલ દરમિયાન ચૂંટાઈ આવ્યા હતા તેણે 60  ટકા મતો મેળવ્યા છે.

જયારે પરાજિત થયેલા ઇન્ડિયન તથા એશિયન ઉમેદવારો પૈકી સુશ્રી દીપ્તિ શર્માને કુલ મતોના 5 ટકા ,મૌમીતા અહમદને 15.6 ટકા ,મિચેલ બ્રાઉનને 1.3 ટકા ,ડો.નીતા જૈનને 3.1 ટકા શ્રી દિલીપ નાથને 4.4 ટકા ,શ્રી મુજિબ રહેમાનને 2.2 ટકા ,તથા શ્રી સોમા સૈયદને 8.5 ટકા મતો મળ્યા હતા.

સૌથી વધુ એટલેકે 60 ટકા મતો મેળવનાર વિજેતા ઉમેદવાર જેમ્સ જિન્નરો ના નામની  સત્તાવાર જાહેરાત થોડા સપ્તાહ પછી થશે.

હોદાની મુદત નવેમ્બર 2021 સુધીની રહેશે ત્યાર પછી સાધારણ ચૂંટણી થશે તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:46 pm IST)