Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

નેપાળમાં સાંસ્કૃતિક સ્થળોના જીર્ણોધ્ધાર માટે ભારત 14 કરોડ રૂપિયા આપશે : મછિન્દ્રનાથ મંદિર ,બુધનીલકાંઠાની ધર્મશાળા ,તથા કુમારી ગૃહનો જીર્ણોધ્ધાર કરવાનું આયોજન

કાઠમંડુ : નેપાળમાં આવેલા ધરતીકંપ બાદ ભારત સાથે થયેલી વાટાઘાટ મુજબ નેપાળમાં આવેલા ત્રણ સાંસ્કૃતિક ધરોહરના જીર્ણોધ્ધાર માટે ભારત  14.2 કરોડ નેપાળી રૂપિયા આપશે.  

આ ત્રણ સ્થળોમાં મછિન્દ્રનાથ મંદિર ,બુધનીલકાંઠાની ધર્મશાળા ,તથા કુમારી ગૃહનો સમાવેશ થાય છે.જે માટે બંને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યા છે તેવું કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે સમાચાર સૂત્રોને જણાવ્યું હતું.

(6:13 pm IST)