Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ઓક્સફર્ડ યુનિવર્સીટી સ્ટુડન્ટ્સ યુનિયન પ્રેસિડન્ટ તરીકે ભારતીય મૂળની છાત્રા રશ્મિ સાવંત વિજેતા : સૌપ્રથમ ભારતીય મૂળની મહિલા પ્રેસિડન્ટ તરીકેનો વિક્રમ

લંડન : તાજેતરમાં ઓક્સફર્ડ યુનિવર્સીટી સ્ટુડન્ટ્સ યુનિયનના હોદેદારોની ચૂંટણી થતા યુનિયનના પ્રેસિડન્ટ તરીકે ભારતીય મૂળની છાત્રા રશ્મિ સાવંત વિજેતા થઇ છે.આ હોદા ઉપર  સૌપ્રથમ ભારતીય મૂળની મહિલા પ્રેસિડન્ટ તરીકેનો વિક્રમ  રશ્મિ સાવંતના નામે નોંધાયો છે.

2021-22 ની સાલ માટે યોજાયેલી ચૂંટણીમાં રશ્મિએ  3,708 મતોમાંથી 1,966  મતો મેળવી સ્પષ્ટ વિજય મેળવી લીધો છે.સાથોસાથ તેની સાથે ચૂંટાઈ આવેલ અન્ય ભારતીય મૂળના સ્ટુડન્ટ્સમાં વાઇસ પ્રેસિડન્ટ ગ્રેજ્યુએટ ઇલેકટેડ તરીકે દેવિકા તથા  સ્ટુડન્ટ્સ ટ્રસ્ટીઝ તરીકે ધિતી ગોયલ ચૂંટાઈ આવી છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:06 pm IST)