Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનના વહીવટી તંત્રમાં ભારતીય મૂળની બે વ્યક્તિઓની મહત્વના પદ ઉપર નિમણુંક : સુશ્રી સોનાલી નિઝાવનની અમેરિકોર્પ્સ ડિરેક્ટર તરીકે તથા શ્રી પ્રિસ્ટન કુલકર્ણીની એક્સ્ટર્નલ અફેર્સ ચીફ તરીકે પસંદગી

વોશિંગટન : અમેરિકાના નવનિયુક્ત ડેમોક્રેટ  પ્રેસિડન્ટ જો બિડનના વહીવટી તંત્રમાં ભારતીય મૂળના અગ્રણીઓને મહત્વના સ્થાન મળવાનું શરૂ થઇ ગયું છે.

જે મુજબ તાજેતરમાં કરાયેલી નિમણુંક મુજબ સુશ્રી સોનાલી નિઝાવનની અમેરિકોર્પ્સ ડિરેક્ટર તરીકે તથા 42 વર્ષીય શ્રી પ્રિસ્ટન કુલકર્ણીની એક્સ્ટર્નલ અફેર્સ ચીફ તરીકે પસંદગી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શ્રી કુલકર્ણી આ અગાઉ ટેક્સાસમાંથી બે વખત ડેમોક્રેટ કોંગ્રેસમેન તરીકે ચૂંટણી લડી ચુક્યા છે.જેમાં તેઓ પરાજિત થયા હતા.
નવનિયુક્ત ભારતીય મૂળના બંને આગેવાનો વર્તમાન સમયમાં કોરોના વાઇરસ કહેરમાંથી દેશને મુક્ત કરવા ,આર્થિક સમૃદ્ધિ પરત લાવવા ,જાતીય અસમાનતા દૂર કરવા ,તથા ક્લાઈમેટ ચેન્જ મામલે કામગીરી બજાવશે તેવું  એનડીટીવી દ્વારા જાણવા મળે છે.

(7:57 pm IST)