Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

અમેરિકાના વોશિંગટનની તમામ શાળાઓ સંપૂર્ણ રીતે ખુલી જશે : વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ માસ્ક પહેરવા પડશે તેમજ માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે

વોશિંગટન : અમેરિકાના વોશિંગટનમાં શાળાઓ સંપૂર્ણ રીતે ખુલી જશે .જોકે  વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ  માસ્ક પહેરવાના રહેશે. તેમજ માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે. જે ચેપ ફેલાતો અટકાવવા માટે તૈયાર કરવામાં આવી છે. તેવું સ્ટેટ હેલ્થ ડિપાર્ટમેન્ટે ગઈકાલ ગુરુવારે જણાવ્યું છે.

ગુરુવારે રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રે કહ્યું હતું કે, કોવિડ -19 રસીના બંને ડોઝ લીધેલા લોકો બહાર જાય અથવા અંદર રહે  ત્યારે માસ્ક પહેરવાની જરૂર નથી. ફક્ત 12 વર્ષથી વધુ વયના લોકો જ વોશિંગ્ટન રાજ્યમાં એન્ટી કોવિડ -19 રસી મેળવી શકે છે.

ઉલ્લેખનીય છે કે  વોશિંગટનમાં  લગભગ 1.1 મિલિયન વિદ્યાર્થીઓ શાળાઓમાં અભ્યાસ કરે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:32 pm IST)