Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

જન્મસ્થળનો વિવાદ છેડીને લોકોનું ધ્યાન બીજે દોરવાની કોશિશ : પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા ડોનાલ્ડ ટ્રમ્પ ડર્ટી પોલિટિક્સ રમી રહ્યા છે : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર ભારતીય મૂળના મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસનો આક્ષેપ

વોશિંગટન : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર ભારતીય મૂળના સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાના જન્મસ્થળ અંગે કરેલા આક્ષેપનો જડબાતોડ જવાબ આપ્યો છે.
તેમણે જણાવ્યું છે કે હકીકતમાં પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા ડોનાલ્ડ ટ્રમ્પ મારા જન્મસ્થાન અંગે બેબુનિયાદ આક્ષેપ કરી રહ્યા છે.તેઓ ડર્ટી પોલિટિક્સનો આશ્રય લઇ જુઠાણું ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરી કોઈપણ ભોગે સત્તા હાંસલ કેવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને તેમના સહાયક તરીકે એટલેકે વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે ભારતીય મૂળના સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસ ઉપર પસંદગી ઉતારી છે.જો તેઓ ચૂંટાઈ આવશે તો અમેરિકાના ઇતિહાસમાં સૌપ્રથમવાર વાઇસ પ્રેસિડન્ટ તરીકે એશિયન અમેરિકન  અશ્વેત મહિલા ચૂંટાઈ આવવાનો તથા ભારતીય મૂળના મહિલા ચૂંટાઈ આવવાનો વિક્રમ સર્જાશે.

(6:21 pm IST)