Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

" ભારત માતાકી જય " : જર્મનીમાં પાકિસ્તાની અને ખાલીસ્તાની નાગરિકોની રેલી સામે એકે હજાર જેવો ભારતીય મૂળનો ભાયડો : 15 ઓગસ્ટના રોજ ભારતના સ્વાતંત્ર્ય દિવસે વિરોધીઓની રેલીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ થઇ રહેલા સૂત્રોચ્ચાર સામે ભારત માતાની જયના નારા લગાવ્યા

ફ્રેન્કફર્ટ : જર્મનીમાં 15 ઓગસ્ટના રોજ ભારતીય દૂતાવાસ ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી ઘેર પરત ફરી રહેલા ભારતીય મૂળના નાગરિક પ્રશાંત વેંગુરલેકરએ રસ્તામાં પાકિસ્તાની અને ખાલીસ્તાની નાગરિકોની રેલી જોતા અને તેમાં પોકારાઇ રહેલા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારાથી તેની દેશદાઝ ઉકળી ઉઠી હતી.
રેલીમાં અનેક લોકો હતા જયારે પોતે એકલો હતો.તેમછતાં રેલી વિરુદ્ધ ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા.એટલુંજ નહીં સમગ્ર ઘટના પોતાના કેમેરામાં પણ કેદ કરી લીધી હતી.જેનો વિડિઓ સોશિઅલ મીડિયામાં વાઇરલ થતા અનેક ભારતીયોએ તેને બિરદાવ્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:59 am IST)