Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

બ્રિટનના પ્રિન્સ હેરીના પત્ની મેગન માર્કલએ એ.એન.એલ.વિરુદ્ધ કરેલો દાવો મંજુર : પોતાની અંગત ઘટના જાહેર કરવા બદલ એશોશીએટ્સ ન્યૂઝપેપર્સ લિમિટેડ વિરુદ્ધ હાઇકોર્ટમાં દાવો દાખલ કર્યો હતો

લંડન : બ્રિટનના પ્રિન્સ હેરીના પત્ની ડચેસ ઓફ સસેક્સ મેગન માર્ગલ એ  એશોશીએટ્સ ન્યૂઝપેપર્સ લિમિટેડ વિરુદ્ધ હાઇકોર્ટમાં દાવો દાખલ કર્યો હતો . જેમાં તેમણે પોતાની અંગત ઘટના જાહેર કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

મેગનએ પોતાના પિતાને લખેલા પત્રના અમુક અંશો એશોશીએટ્સ ન્યૂઝપેપર્સ લિમિટેડએ  પ્રકાશિત કર્યા હતા.પોતાના વ્યક્તિગત પત્રોના અંશો જાહેર  કરવા બદલ તેણે ' મેલ ઓન સન્ડે ' તથા ' મેલ ઓનલાઈન ' ઉપર દાવો દાખલ કર્યો હતો.

કોર્ટના જજમેન્ટને લઇ આરોપીઓએ નવાઈ તથા આઘાત વ્યક્ત કર્યા હતા તથા જણાવ્યું હતું કે અમે ચુકાદાનો અભ્યાસ કરી આગળ ઉપર અપીલ કરવી કે કેમ તે નક્કી કરીશું.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે. 

 

(6:45 pm IST)