Gujarati News

Gujarati News

News of Sunday, 18th July 2021

' જય જગન્નાથ ' : અમેરિકાના કેલિફોર્નિયામાં સૌપ્રથમવાર રથયાત્રા યોજાઈ : જગન્નાથ કલચરલ એન્ડ એજ્યુકેશન સેન્ટરના ઉપક્રમે 11 જુલાઈના રોજ આયોજિત રથયાત્રામાં 500 ઉપરાંત ભાવિકો જોડાયા

કેલિફોર્નિયા : જય જગન્નાથ ' અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં જગન્નાથ કલચરલ એન્ડ એજ્યુકેશન સેન્ટરના  ઉપક્રમે  11 જુલાઈના રોજ  સૌપ્રથમવાર રથયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં 500 ઉપરાંત ભાવિકો જોડાયા હતા.

મંદિરના પૂજારી દ્વારા કરાયેલા વૈદિક મંત્રોચ્ચાર બાદ શરૂ કરાયેલી રથયાત્રમાં ઈસ્કોન ગ્રુપે  ભજન કીર્તનની  રમઝટ બોલાવી  હતી.શણગારેલા રથોમાં ભગવાન જગન્નાથ, બાલબદ્ર તથા સુભદ્રા માતાની મૂર્તિ બિરાજમાન જોવા મળી હતી.ભાવિકો ભાવપૂર્વક રથ ખેંચતા હતા.

રથયાત્રા દરમિયાન ઇન્ડિયન અમેરિકન ભાવિકોએ ઓડિસી ડાન્સ રજૂ કર્યો હતો.રથ ઉપર પેઈન્ટિંગ્સ જોવા મળ્યા હતા.તથા મ્યુઝિક સાથે ગીતો તેમજ જય જગન્નાથના નારા સાંભળવા મળતા હતું.

રથયાત્રમાં ભારતના ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ રાજેશ નાઈક ,ગુજરાત કલચરલ એશોશિએશનના પ્રેસિડન્ટ શ્રી મહેશ પટેલ,તેમજ રાજકીય તથા સામાજિક આગેવાનો જોડાયા હતા. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(12:17 pm IST)