Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ડોનાલ્ડ ટ્રમ્પના ચાહક ભારતના તેલંગણા સ્થિત યુવાન બુસા ક્રિષ્નાનું હાર્ટ એટેકથી મૃત્યુ : ટ્રમ્પને કોરોના થયો ત્યારથી ચિંતામાં હતો : 1 લાખ 30 હજાર રૂપિયાના ખર્ચે ડોનાલ્ડ ટ્રમ્પની 6 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી રોજ તેની પૂજા કરતો હતો

હૈદરાબાદ : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ચાહક ભારતના તેલંગણા  સ્થિત 38 વર્ષીય યુવાન  બુસા ક્રિષ્નાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.તે ટ્રમ્પને કોરોના થયો ત્યારથી ચિંતામાં હતો તથા આ સમાચાર જાણ્યા પછી તે પૂરું ખાતો પીતો પણ નહોતો.તેણે 1 લાખ 30 હજાર રૂપિયાના ખર્ચે  ડોનાલ્ડ ટ્રમ્પની 6 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી હતી. જેની રોજ તે પૂજા કરતો હતો. ટ્રમ્પને તે ભગવાન કૃષ્ણનો અવતાર ગણી દર શુક્રવારે તેની તંદુરસ્તી માટે ઉપવાસ કરતો હતો.
તે ખિસ્સામાં ભગવાન કૃષ્ણની સાથે ટ્રમ્પનો ફોટો રાખતો હતો.
લોકો તેને માનસિક દર્દી ગણી સાઈકિયાટ્રિસ્ટની સલાહ લેવાનું કહેતા હતા પણ તે કોઈની વાત ગણકાર્યા વિના ઘરની બહાર જાય ત્યારે ખિસ્સામાંથી ટ્રમ્પનો ફોટો કાઢી પ્રણામ કર્યા પછી કામે ચડતો હતો.
તે એક સબંધીને ઘેર ચા પીવા ગયો પછી તેની તબિયત બગડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલે લઇ જવાયો હતો.જ્યાં હાર્ટ એટેકને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું નિદાન થયું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:05 pm IST)